Neha Singh Rathore: 'યુપી મે કા બા' ની સિંગર નેહાસિંહ રાઠોડ પાસે UP પોલીસે માગ્યા આ 7 સવાલના જવાબ, જાણો શું છે મામલો

Kanpur Police notice to Up Me Ka Ba Singer: યુપીમે કા બા સીઝન-2ના વર્ઝનના લોન્ચ પર યુપીની કાનપુર ગ્રામીણ પોલીસે કાર્યવાહી કરતા કા બા ફેમ સિંગર અને લોકપ્રિય ગાયિકા નેહાસિંહ રાઠોડને 160 CRPC ની નોટિસ ફટકારી છે. આ નોટિસ દ્વારા નેહા પર સમાજમાં વૈમનસ્યતા અને તણાવની સ્થિતિ પેદા કરવા જેવા અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. 

Neha Singh Rathore: 'યુપી મે કા બા' ની સિંગર નેહાસિંહ રાઠોડ પાસે UP પોલીસે માગ્યા આ 7 સવાલના જવાબ, જાણો શું છે મામલો

Kanpur Police notice to Up Me Ka Ba Singer: યુપીમે કા બા સીઝન-2ના વર્ઝનના લોન્ચ પર યુપીની કાનપુર ગ્રામીણ પોલીસે કાર્યવાહી કરતા કા બા ફેમ સિંગર અને લોકપ્રિય ગાયિકા નેહાસિંહ રાઠોડને 160 CRPC ની નોટિસ ફટકારી છે. આ નોટિસ દ્વારા નેહા પર સમાજમાં વૈમનસ્યતા અને તણાવની સ્થિતિ પેદા કરવા જેવા અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. આ નોટિસ  બાદ સમાજવાદી પાર્ટી (SP) ના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત વિપક્ષના અનેક નેતાઓએ ટ્વીટ કરીને યુપી પોલીસને ઘેરતા પ્રદેશની સરકાર પર નિશાન સાંધ્યુ છે. 

કાનપુર પોલીસે ફટકારી નોટિસ
અત્રે જણાવવાનું કે કાનપુરના મડૌલી અગ્નિકાંડ મામલે એક માતા પુત્રીનું બળીને મોત નિપજ્યું હતું. આ મામલાને થીમમાં રાખીને નેહા સિંહ રાઠોડે યુપી મે કા બા સીઝન-2 બનાવી. ગીતના શબ્દો હતા...'યુપી મે કા બા બાબા કી ડીએમ તો બડી રંગબાજ બા, કાનપુર દેહાત મેં લે આઈ રામરાજ બા. બુલડોઝર સે રોંદતે દીક્ષિત કે ઘર બાર બા. યહી બુલડોઝર પર બાબા કે નાઝ બા.' આ વીડિયો દ્વારા યુપી સરકાર પર નેહાએ કટાક્ષ કર્યો હતો. હવે યુપી પોલીસે આ મામલે નેહાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. 

નેહાને પૂછ્યા આ 7 સવાલ

1. શું વીડિયોમાં તમે છો કે નહીં?

2. જો વીડિયોમાં તમે હોવ તો સ્પષ્ટ કરો કે આ વીડિયો તમારા દ્વારા યુટ્યૂબ ચેનલ Neha Singh Rathore 'યુપી મે કા બા eason 2' મથાળાથી તથા ટ્વિટર એકાઉન્ટ @nehafolksinger પર તમારા પોતાના ઈમેઈલ આઈડીથી અપલોડ કરાયો હતો કે નહીં?

3. શું Neha Singh Rathore Channel અને ટ્વિટર એકાઉન્ટ @nehafolksinger તમારા છે કે નહીં? જો છે તો શું તમારા દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં?

4. વીડિયોમાં દર્શાવેલા ગીતના શબ્દો શું તમારા દ્વારા લખાયેલા છે કે નહીં?

5. જો ઉપરોક્ત ગીત તમારા દ્વારા લખાયેલું છે અને તમે તેને પ્રમાણિત કરો છો કે નહીં?

6. જો આ ગીત કોઈ અન્ય દ્વારા લખાયેલું છે તો શું તમારા દ્વારા લેખક જોડે તેની પુષ્ટિ સત્યાપિત કરાવવામાં આવી કે નહીં?

7. આ ગીતથી ઉત્પન્ન ભાવાર્થથી સમારજ પર પડનારા પ્રભાવથી તમે માહિતગાર છો કે નહીં?

3 દિવસમાં માંગ્યો જવાબ
અકબરપુર પોલીસના ક્ષેત્રાધિકારી એટલે કે સીઓ પ્રભાત કુમારે આ નોટિસ અંગે મીડિયાને જાણકારી આપી છે. ત્યારબાદ લોકગાયિક નેહા સિંહ રાઠોડની પ્રતિક્રિયા પણ આવી છે. નોંધનીય છે કે રૂરા પોલીસ મથક વિસ્તારના મડૌલી ગામમાં ગત 13 ફેબ્રુઆરીના રોજ એક અગ્નિકાંડ થયો હતો. તે દરમિયાન જિલ્લાના ડીએમનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. 

— Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023

વિપક્ષે સાધ્યું નિશાન
પોલીસની નોટિસથી પ્રદેશમાં ચર્ચા છે. ત્યારબાદ અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને સરકારને ઘેરી છે. તેમણે લખ્યું કે 'યુપી મે ઝુઠ્ઠુ કેસોની બહાર બા, યુપીમે ગરીબ કિસાન બેહાલ બા, યુપી મે પીછડે- દલિતો પર પ્રહાર બા, યુપી મે કારોબાર કા બંટાધાર બા, યુપી મે ભ્રષ્ટાચાર હી ભ્રષ્ટાચાર બા, યુપી મે બિન કામ કે બસ પ્રચાર  બા, યુપી મે અગલે ચુનાવ કા ઈન્તેજાર બા. યુપી મે અગલી બાર ભાજપા બહાર બા.'

અત્રે જણાવવાનું કે નેહા સિંહ એ જ સિંગર છે જેણે યુપી વિધાનસભા ચૂંટણી સમયે યુપી મે કા બા ગીત ગાઈને ધમાલ મચાવી હતી. સોશિયલ મીડિયા પર આ ગીત તે સમય ખુબ પ્રચલિત થયું હતું. હવે આવામાં તેણે યુપી મે કા બા સીઝન-2 ગીત ગાયું અને ત્યારબાદ તે યુપી પોલીસના નિશાને આવી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news