યુપીના મહાગઠબંધનમાં RLDને મળ્યો પ્રવેશ, 3 સીટ પર સમાધાન, ચોથી માટે ચર્ચા
હાથરસની બેટક પર પેચ ફસાઈ ગયો છે, આરએલટી આ બેઠકની માગણી કરી રહી છે, જ્યારે સપા આ બેઠક આપવા માટે રાજી નથી. આ ઉપરાંત કેરાના બેઠક મુદ્દે પણ બંને વચ્ચે હજુ કોઈ સમાધાન થયું નથી. આરએલટી આ સીટ પોતાની પાસે રાખવા માગે છે, પરંતુ સપા આપવા માગતી નથી
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા વચ્ચે થયેલા મહાગઠબંધનમાં હવે અજિત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક દલ (RLD)ને પણ પ્રવેશ મળી ગયો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર 3 બેઠક પર સહમતિ સધાઈ ગઈ છે, પરંતુ ચોથી બેઠક મુદ્દે પેચ ફસાઈ ગયો છે.
સમાજવાદી પાર્ટી દ્વારા બાગપત, મથુરાની સાથે મુઝફ્ફરનગર બેઠક આરએલડીને આપવાની તૈયારી દર્શાવાઈ છે, પરંતુ હાથરની બેઠક આપવા સપા તૈયાર નથી. આરએલડી આ બેઠકની પણ માગ કરી રહી છે. આ ઉપરાંત કૈરાના બેઠક મુદ્દે પણ હજુ સહમતિ સધાઈ નથી. આરલડીની માગ છે, પરંતુ સપા તૈયાર નથી.
જયંત ચૌધરી લખનઉમાં અખિલેશ સાથે મુલાકાત કર્યા બાદ હવે દિલ્હી આવી પહોંચ્યા છે. શક્ય છે કે, હવે તેઓ આ મુદ્દે માયાવતીને મળશે. બીએસપી પ્રમુખ પણ આ ગઠબંધનને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે.
કેરાના સીટની શા માટે માગ
અહીં તેના ચૂંટણી ચિન્હ પર અત્યારે સપાના સાંસદ ચૂંટાયેલા છે. આથી તે આ સીટ પોતાની પાસે રાખવા માગે છે. જોકે, એસપી આ બેઠક આપવા તૈયાર નથી.
જાટ વોટ માટે થયું ગઠબંધન
એવું કહેવાય છે કે, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જાટ વોટ પર અત્યારે પણ અજિત સિંહની મજબૂત પકડ છે. બે પેટાચૂંટણીમાં આ વાત સાબિત થઈ ગઈ છે. આથી અખિલેશે યાદવ આ સીટો આપીને તેમની પાર્ટીને મહાગઠબંધનમાં સામેલ કરવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે