યોગીના આ એક આદેશથી 4 લાખ સરકારી કર્મચારીઓના પેટ પર લાત વાગશે

યૂપી સરકારનાં 50 વર્ષ અને તેનાંથી વધારે ઉંમરના સરકારી કર્મચારીઓને ફરજીયાત સેવાનિવૃતી આપવા માટે સ્ક્રીનિંગ કરવાનાં આદેશ આપ્યા છે

યોગીના આ એક આદેશથી 4 લાખ સરકારી કર્મચારીઓના પેટ પર લાત વાગશે

લખનઉ : યૂપી સરકારે યોગ્ય રીતે કામ નહી કરતા 50 વર્ષથી વધારેની ઉંમરનાં સરકારી કર્મચારીઓને ફરજીયાત સેવાનિવૃતી આપવાનો નિર્ણય લીધો છે. આ માટે તમામ વિભાગોનાં અધ્યક્ષોને સ્ક્રીનિંગ કરવા માટેના આદેશ અપાઇ ચુક્યા છે. કર્મચારી સંગઠનો 6 જુલાઇના રોજ અપાયેલા આ આદેશનો વિરોધ કરી રહ્યા છે. અપર મુખ્ય સચિવમુકુલ સિંઘલ દ્વારા રાજ્યનાં તમામ વિભાગોનાં અપર મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે તેઓ આ પ્રકારનાં કર્મચારીઓની ઓળખ કરે. 

શાસનાદેશ અનુસાર કોઇ પણ કર્મચારીને 3 મહિનાની નોટીસ આપીને છુટા કરવાની સરકાર પાસે સત્તા છે. 50 વર્ષથી વધારેની ઉંમરના હોય અને યોગ્ય કામ ન કરી રહ્યા હોય તેવા તમામ કર્મચારીઓની ઓળખ કરવા માટે સરકારનો આદેશ થઇ ચુક્યો છે. 50 વર્ષની ઉંમર માટે કટ ઓફ ડેટ 31 માર્ચ, 2018 રાખવામાંઆવી છે. એટલે કે આ તારીખ સુધીમાં 50 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના દરેક કર્મચારીની ઓળખ કરવામાં આવશે અનેતેનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. 

પ્રદેશમાં 16 લાખ કર્મચારીઓ
જો કે સરકારી કર્મચારીઓ સરકાર દ્વાર અપાયેલા આદેશનો વિરોધ કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સચિવાલય કર્મચારી એસોસિએશનનાં અધ્યક્ષ યાદવેન્દ્ર મિશ્રએ કહ્યું કે ,સરકાર આ પ્રકારનાં પગલા, કર્મચારીઓને પરેશાન કરવા માટે છે. તેને સહન નહી કરવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશનાં 17 લાખમાંથી 4 લાખ સરકારી કર્મયારીઓ આ સ્ક્રીનિંગના વર્તુળમાં આવશે. તેમના કામકાજ અને પ્રદર્શન અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને 31 જુલાઇ સુધીમાં સંબંધિત  ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news