UP : મતદાનના એક દિવસ પહેલા રૂ.500 આપીને જબરદસ્તીથી લગાવી સ્યાહી

ઉત્તરપ્રદેશના ચંદોલીના કલેક્ટર કુમાર હર્ષે જણાવ્યું કે, આવી એક ઘટના જોવા મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદીઓને મતદાન કરવા દેવામાં આવશે
 

UP : મતદાનના એક દિવસ પહેલા રૂ.500 આપીને જબરદસ્તીથી લગાવી સ્યાહી

ચંદોલી(યુપી): લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક એવી ઘટના બહાર આવી છે, જેમાં મતદાનના એક દિવસ પહેલા જ મતદારોની આંગળીઓ પર સ્યાહી લગાવી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ચંદોલીમાં આ સ્યાહી લગાવાની સાથે મતદારોને રૂ.500 પણ આપવામાં આવ્યા હતા. ઘટના બહાર આવ્યા પછી સ્થાનિક કલેક્ટર કુમાર હર્ષ તેની તપાસ કરી રહ્યા છે. 

ચંદોલી લોકસભા બેઠકના તારાજીવનપુર ગામમાં દલીત વસતીના લોકોએ ભાજપના કાર્યકર્તાઓ પર વોટ આપવા માટે પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. દલિત વસતીના કેટલાક લોકોએ ભાજપ પર પૈસા આપવાનો આરોપ લગાવાની સાથે જણાવ્યું કે, તેમની આંગળીઓ પર પણ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી સ્યાહી લગાવી દેવાઈ હતી, જેથી તેઓ મતદાન ન કરી શકે. આ લોકોને વોટ ન આપવા માટે રૂ.500 આપવામાં આવ્યાનો પણ આક્ષેપ છે. 

સમાચાર એજન્સી ANI દ્વારા આ લોકોની આંગળી પર સ્યાહી લાગેલી તસવીર પણ બહાર પાડી છે. તેમણે પોતાના હાથમાં કથિત રીતે નોટો પકડેલી છે અને સ્યાહી લગાવેલી આંગળી દર્શાવી રહ્યા છે. 

આ અંગે ઉત્તરપ્રદેશના ચંદોલીના કલેક્ટર કુમાર હર્ષે જણાવ્યું કે, આવી એક ઘટના જોવા મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદીઓને મતદાન કરવા દેવામાં આવશે. આ લોકોએ પોતાની એફઆઈઆરમાં એટલું લખાવવાનું રહેશે કે તેમની આંગળીઓ પર જબરદસ્તીથી સ્યાહી લગાવાઈ હતી. 

ચંદોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્ર નાથ પાંડેય ચૂંટણી લડી રહ્યા છે. જેની સામે ગઠબંધનના ડો. સંજય ચૌહાણ ઉમેદવાર છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news