અક્કીની ડબલ ગેમમાં સલમાન થશે સેન્ડવીચ, બન્યો જબરદસ્ત પ્લાન

બોલિવૂડમાં સલમાન ખાન અને અક્ષયકુમાર બંનેની ગણતરી સફળ સ્ટાર્સ તરીકે થાય છે અને તેમના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ સંજોગોમાં તેમની વચ્ચે કટ્ટર સ્પર્ધાની પરિસ્થિતિ હોય એ બહુ સ્વાભાવિક છે.

અક્કીની ડબલ ગેમમાં સલમાન થશે સેન્ડવીચ, બન્યો જબરદસ્ત પ્લાન

મુંબઈ : બોલિવૂડમાં સલમાન ખાન અને અક્ષયકુમાર બંનેની ગણતરી સફળ સ્ટાર્સ તરીકે થાય છે અને તેમના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ સંજોગોમાં તેમની વચ્ચે કટ્ટર સ્પર્ધાની પરિસ્થિતિ હોય એ બહુ સ્વાભાવિક છે. સામાન્ય રીતે સલમાન દર વર્ષે ઇદના સમયગાળામાં તેની ફિલ્મ રિલીઝ કરવાનું પસંદ કરે છે. 2020ની ઇદ વખતે પણ તેની ફિલ્મ ઇન્શાલ્લાહ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. જોકે આ સમયે રોહિત શેટ્ટી અને કરણ જોહરે તેમની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝની જાહેરાત કરતા આ બે ફિલ્મો વચ્ચે ટક્કર થાય એવા સંજોગો ઉભા થયા હતા. જોકે આ ફિલ્મના મેકર્સે સમજદારી દાખવીને ટક્કર ટાળી શકાય એવું પ્લાનિંગ કરી લીધું છે. 

લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે સૂર્યવંશીની ટીમ પોતાની ફિલ્મને ઇદ પહેલાં રિલીઝ કરવાનું પ્લાનિંગદ કરી રહી છે જેથી એની ઇન્શાલ્લાહ સાથે ટક્કર ન થાય. હાલમાં સૂર્યવંશીની ટીમે એક મીટિંગ કરી હતી અને એની રિલીઝની તારીખ બદલાય એવી સંભાવના છે. 

— Karan Johar (@karanjohar) April 22, 2019

મળતી માહિતી પ્રમાણે હાલમાં ટીમની આંતરિક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં અક્ષયકુમાર સહિતના સ્ટાર્સ શામેલ હતા. આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સૂર્યવંશીની રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવશે જેથી ઇદ પર ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતા સલમાનને સોલો રિલીઝ મળી શકે. આ રિલીઝના બે અઠવાડિયા પછી અક્ષયની બીજી ફિલ્મ લક્ષ્મી બોંબ રિલીઝ થઈ શકે છે. અક્ષય અને સલમાન બંને એકબીજાના સારા મિત્રો છે અને તેમની ફિલ્મો સારું પ્રદર્શન કરે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની જલ્દી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

— Akshay Kumar (@akshaykumar) May 18, 2019

હવે પરિસ્થિતિ કેવો વળાંક લે છે એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. અક્ષયની લક્ષ્મી બોંબ 5 જૂને રિલીઝ થવાની છે અને આ વાતની સત્તાવાર જાહેરાતે હાલમાં જ મેકર્સે કરી છે. આ સંજોગોમાં એવી શક્યતા છે કે સૂર્યવંશીના મેકર્સ તેમની ફિલ્મ ઇદ 2020ના થોડા સમય પહેલાં રિલીઝ કરી દે. જો આવું થશે તો સલમાનની ફિલ્મ અક્કીની બે ફિલ્મો વચ્ચે સેન્ડવીચ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news