UP માં આખરે કોની સરકાર? CM યોગી અખિલેશ અને માયાવતીએ લગાવી સંપૂર્ણ તાકાત
યુપીમાં વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં ઘણી પાર્ટીઓ અને ઘણા નેતા જોવા મળશે. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ વખતે સૌથી વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં ઘણી પાર્ટીઓ અને ઘણા નેતા જોવા મળશે. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ વખતે સૌથી વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) તરફથી કર્મયોગી સર્ટિફિકેટ મળ્યું અને યોગીની તૈયારી અયોધ્યાના વિકાસ મોડલને યુપીના વિકાસ મોડલ તરીકે રજૂ કરવાની છે. ત્યારે 5 ઓગસ્ટના સમાજવાદી પાર્ટીના બે મોટા કાર્યક્રમો સાથે અખિલેશ યાદવે પણ 2022 માટે હુંકાર કર્યો છે.
UP માં કોની સરકાર?
2022 યુપી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીએ પોતાની તાકાત અને દાવ લગાવવાના શરૂ કર્યા છે પરંતુ યુપીમાં કોની સરકાર આવશે? આ સવાલનો જવાબ તમામ લોકો શોધી રહ્યા છે. શું યોગી આદિત્યનાથના અયોધ્યા મોડલને લોકો પંસદ કરશે અથવા સાયકલ સવારીથી અખિલેશને સત્તા મળશે. આ સવાલોની વચ્ચે બંને નેતા પોતાની તૈયારીઓ આગામી સ્તર પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અયોધ્યા પહોંચ્યા CM યોગી
5 ઓગસ્ટના રામમંદિર માટે ભૂમિપૂજનની વર્ષગાઢ પર અયોધ્યા પહોંચી મુખ્યમંત્રીએ રામલલાની આરતી ઉતારી. સીએમે રામમંદિર નિર્માણ માટે ચાલી રહેલી પાયો નાખવાના કામગીરીમાં પ્રગતિ પણ જોઈ અને અયોધ્યાના વિકાસ પરિયોજનાઓની જાણકારી મેળવી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, અયોધ્યામાં અત્યાર સુધી 138 કરોડની 17 યોજનાઓ પૂરી થઈ ગઈ છે. 54 યોજનાઓમાં 3126 કરોડના ખર્ચથી કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. હવે સવાલ ઉઠી રહ્યા છે કે, 2022 માં શું ભાજપ અયોધ્યા મોડલથી વિરોધીઓ પર લીડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
2022 માં અયોધ્યા મોડલતી વિજય?
- 2017 માં અયોધ્યામાં ભવ્ય દિવાળી ઉજવાઈ
- યુપી સરકાર દર વર્ષે દિવાળી પર મોટું આયોજન કરે છે
- મુખ્યમંત્રી બન્યા બાદ યોગીએ ઘણી વખત અયોધ્યાની મુલાકાત લીધી
- અયોધ્યાના વિકાસ કામો પર સીએમ યોગી આદિત્યનાથની નજર
- ભાજપ દેશમાં અયોધ્યા વિકાસ મોડલ રજૂ કરવાની તૈયારીમાં
- અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ચાલુ
- અયોધ્યાનો વિકાસ પ્લાન કેન્દ્ર અને યુપીએ તૈયારી કર્યો
PM એ કરી CM ની પ્રસંશા
આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી. તેમણે યોગીને કર્મયોગી ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે, ભાજપ સરકારના રાજમાં યુપીની અંદર દેશનો ગ્રોથ પાવર હાઉસ બનવાનો આત્મવિશ્વાસ પેદા થયો છે.
આ પણ વાંચો:- પીડિતાની જાંઘ વચ્ચે પેનિસ નાખનારા આરોપીને ઉમરકેદની સજા, HCએ કહ્યું- જાંઘ પર કરાયેલી હરકત પણ દુષ્કર્મ
અખિલેશની સાયકલ યાત્રા
એક તરફ યોગી આદિત્યનાથના વિકાસનું અયોધ્યા મોડલ છે તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાયકલ યાત્રા કરી પોતાની તાકાત દર્શાવી રહ્યા છે. અખિલેશ યાદવની સાયકલ યાત્રાથી એવું લાગી રહ્યું છે કે, સમાજવાદી પાર્ટીએ 2022 ની ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. સપાએ એક નવો નારો પણ આપ્યો છે. 'યુપીનો આ જનાદેશ અખિલેશ આવી રહ્યા છે'. આ થીમ પર લખનઉના રસ્તા પર ઘણા પોસ્ટ પણ જોવા મળી રહ્યા છે.
સપાએ ઉઠાવ્યા જનતાના મુદ્દા
સાયકલ યાત્રા દ્વારા સમાજવાદી પાર્ટીએ જનતાના મુદ્દા ઉઠાવ્યા છે. મોંઘવારી, બેરોજગારી, કાયદાકીય વ્યવસ્થાનો મુદ્દો સાયકલ યાત્રામાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોની મુશ્કેલી, મહિલાઓની સુરક્ષા અને રોજગારના મુદ્દા પણ જોવા મળી રહ્યા છે. જનેશ્વર મિશ્રની જયંતી પર સાયકલ ચલાવી બ્રાહ્મણ વોટ બેંક મેળવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં અખિલેશના પોસ્ટર્સમાં ભગવાન પરશુરામની તસવીર પણ જોવા મળી.
આ પણ વાંચો:- Income Tax: વધી ગઈ સેલેરી, આવી રહ્યું છે એરિયર્સ તો જરૂરી છે આ ફોર્મ ભરવું, નહીં તો લાગી શકે છે ટેક્સ
બસપાનું બ્રાહ્મણ કાર્ડ
આ ઉપરાંત બસાપએ યુપીના બલિયાથી બ્રાહ્મણ સંમેલનની પણ શરૂઆત કરી છે. આ તો શરૂઆત છે ચૂંટણી પહેલા અખિલેશ યાદવ તેમની સાયકલ યાત્રાની ગતી વધારવાનો પ્રયત્ન કરશે. પરંતુ 2022 માં યુપીની જનતા સાયકલ સવારી કરે છે કે હિન્દુત્વ અને વિકાસના અયોધ્યા મોડલની સાથે જાય છે. અથવા અન્ય કોઇ વિકલ્પ લોકોને પસંદ આવે છે. તે આવનારા સમયમાં ખબર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે