IMD એ જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ, આગામી 2 દિવસ તમામ સ્કૂલ-કોલેજોને બંધ રાખવાનો આદેશ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ભારે વરસાદથી તબાહીનો દૌર યથાવત છે. તેના લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ બે દિવસ એટલે કે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ પ્રદેશની તમામ સ્કૂલ કોલેજોને બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. સીએમઓ તરફથી આ જાણકારી ગુરૂવારે જાહેર કરવામાં આવી છે.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ભારે વરસાદથી તબાહીનો દૌર યથાવત છે. તેના લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ બે દિવસ એટલે કે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ પ્રદેશની તમામ સ્કૂલ કોલેજોને બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. સીએમઓ તરફથી આ જાણકારી ગુરૂવારે જાહેર કરવામાં આવી છે.
ગુરૂવારે 10 લોકોના જીવ ગયા
જોકે ગુરૂવારે સવારથી જ યૂપીના અને ક જિલ્લાઓમાં ભારે વરસાદનો દૌર જોવા મળી રહ્યો છે. કેટલાક જિલ્લા તો એવા છે જ્યાં 100 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. મૂશળાધાર વરસાદના લીધે રસ્તા જળમગ્ન થઇ ગયા છે અને રસ્તા બંધ થઇ ગયા છે અને લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળવું પણ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. હવામાન વિભાગના અનુસાર શુક્રવારે પણ આવો જ વરસાદ જોવા મળી શકે છે. હવે એવામાં આગામી દિવસોમાં સમસ્યા વધવાની છે. ફક્ત ગુરૂવારે થયેલા વરસાદે પ્રદેશમાં એક ડઝનથી વધુ લોકોના જીવ લીધા છે.
IMD એ આ જિલ્લામાં જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ યૂપીમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. વિભાગે બારાબંકી, લખનઉ, ગાજિયાબાદ, અયોધ્યા, સુલ્તાનપુર, મથુરા, સીતાપુર, સંભલ, મુરાદાબાદ, શામલી, બુલંદશહર, બિજનૌર, સહારનપુર, અમરોહા, મુજફ્ફરનગર, શાહજહાંપુર, બાગપત, હાપુડ, મેરઠ, ઇટાવા, હમીરપુર, બલિયા, જાલૌન, ઓરૈયા, લલિતપુર અને ફર્રુખાબાદ જિલ્લા માટે યલો એલર્ત જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કાનપુર નગર, કન્નૌજ, ગૌતમ બુદ્ધ નગર, ફતેહપુર, કાનપુર દેહાત, હરદોઇ, હરદોઇ ન્નાવ, અલીગઢ તથા બાંદા જેવા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે