3000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે Hero ની બાઇક અને સ્કૂટર, આ દિવસથી લાગૂ થશે નવા ભાવ
ભારતની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓમાં સામેલ હીરો મોટરકોર્પ (Hero MotoCorp) એ પોતાની બાઇક્સ અને સ્કૂટરના ભાવ 3000 રૂપિયા સુધીનો વધારાની જાહેરાત કરી દીધી છે. આ વધારો દરેક રેંજની મોટરસાઇકલ અને સ્કૂટર પર લાગૂ થશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓમાં સામેલ હીરો મોટરકોર્પ (Hero MotoCorp) એ પોતાની બાઇક્સ અને સ્કૂટરના ભાવ 3000 રૂપિયા સુધીનો વધારાની જાહેરાત કરી દીધી છે. આ વધારો દરેક રેંજની મોટરસાઇકલ અને સ્કૂટર પર લાગૂ થશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
સોમવારથી લાગૂ થશે નવા ભાવ
કંપનીના અનુસાર ગાડી બનાવવામાં ઉપયોગ થનાર કાચા માલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેની સીધી અસર ગાડીની પડતર કિંમત પર પડી રહી છે. નવા ભાવ સોમવાર એટલે કે 20 સપ્ટેમ્બરથી લાગૂ થઇ જશે. બાઇક અને સ્કૂટરના ભાવમાં 3,000 રૂપિયા સુધીનો વધારો થશે કયા મોડલ પર કેટલો ભાવ વધશે, આ માર્કેટ મુજબ નક્કી કરવામાં આવશે. કુલ મળીને તમારી પાસે સસ્તા ભાવમાં બાઇક અને સ્કૂટર ખરીદવા માટે ત્રણ દિવસ બાકી છે, કારણ કે ત્રણ દિવસ બાદ તમારી મનપસંદ બાઇક અને સ્કૂટર લગભગ 3000 રૂપિયા મોંઘી થઇ જશે.
4 મહિનામાં બીજીવાર વધ્યા ભાવ
વર્ષ 2021 માં આ બીજીવાર છે જ્યારે હીરો મોટોકોર્પે પોતાની બાઇક્સ અને સ્કૂટરના ભાવ વધાર્યા છે. આ પહેલાં કંપનીએ માર્ચ અને જુલાઇ મહિનામાં ભાવ વધારો કર્યો હતો. જુલાઇમાં 3000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. ત્યારે પણ કંપનીએ કમોડિટી (સ્ટીલ, તાંબા અને અન્ય ) ભાવમાં વધારાને જવાબદાર ગણાવ્યા હતા. ત્યારે કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ પણ પોતાની ગાડીઓના ભાવમાં વધારો કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે