Unnao Rape Case: ઉન્નાવ પીડિતાના પરિજનોના બળતા ઘા પર પ્રિયંકાએ લગાવ્યો સહાનુભુતિનો લેપ 

કોંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) શનિવારે લખનૌના ઉન્નાવ (Unnao) પહોંચી હતી. પ્રિયંકાએ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (unnao rape victim)ના પરિજનો સાથે મુલાકાત કરી હતી. 

Unnao Rape Case: ઉન્નાવ પીડિતાના પરિજનોના બળતા ઘા પર પ્રિયંકાએ લગાવ્યો સહાનુભુતિનો લેપ 

લખનૌ : કોંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) શનિવારે લખનૌના ઉન્નાવ (Unnao) પહોંચી હતી. પ્રિયંકાએ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (unnao rape victim)ના પરિજનો સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા સાથે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય લલ્લુ, કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી અને જિતિન પ્રસાદ પણ પહોંચ્યા હતા. પ્રિયંકાએ પીડિતાના મોત પર પરિજનોને મળીને દુખ વ્યક્ત કર્યું હતું. હાલમાં પીડિતાના પરિવારજનો શબ ઉન્નાવ આવવાની રાહ જોઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીડિતાના પરિવાર પાસે લાવવામાં આવ્યા હતા. 

— ANI UP (@ANINewsUP) December 7, 2019

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે તેને લઇને હવે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ પાર્ટીઓએ રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ ખાતે પીડિતાના પિતા સાથે બંધ બારણે મુલાકાત કરી. જ્યારે બીજી તરફ યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મામલે રાજ્યની યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

હૈદરાબાદ પીડિતાને ન્યાય મળ્યાના 24 કલાકની અંદર જ ઉન્નાવ રેપ પીડિતા જિંદગીનો જંગ હારી ચૂકી છે. ઉન્નાવ રેપ કેસ (Unnao rape case) ની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં રાત્રે 11.40 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકને કારણે પીડિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલિવાલે માંગ કરી છે કે, ઉન્નાવ રેપ કેસમાં બળાત્કારીઓને એક મહિનાની અંદર ફાંસી થાય. ઉન્નાવમાં પીડિતાને બળાત્કારીઓએ આગને હવાલે કરી દીધી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામૂહિક દુષ્કર્મના આરોપીએ જ પીડિતાને જીવતી સળગાવી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news