અમાનવીય કૃત્યનો પુરાવો આપતો Video, ગળુ દબાવીને જંગલી બિલાડીના બચ્ચાના મોઢામાં નાંખી લાકડી

પ્રાણીઓને હેરાનગતિ કરવાના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. જેમાં કેટલાક નરાધમો મૂંગા પ્રાણીઓને એવી રીતે પરેશાન કરે છે, કે માનવતા પણ શરમાઈ જાય છે. જંગલમાં રહેતા પ્રાણીઓના વિસ્તારમાં જઈને તેઓને એવી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે છે કે દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં જંગલી બિલાડીની પજવણી કરવાનો વીડિયો સામે આવ્યો છે. જંગલના આરક્ષિત પ્રાણીઓની પજવણી આ વીડિયો Video જોઈને તમારુ હૃદય દ્રવી ઉઠશે, અને તમને આ નરાધમ શખ્સો સામે ફીટકાર વરસાવશો. 

અમાનવીય કૃત્યનો પુરાવો આપતો Video, ગળુ દબાવીને જંગલી બિલાડીના બચ્ચાના મોઢામાં નાંખી લાકડી

કેતન બગડા/અમરેલી :પ્રાણીઓને હેરાનગતિ કરવાના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. જેમાં કેટલાક નરાધમો મૂંગા પ્રાણીઓને એવી રીતે પરેશાન કરે છે, કે માનવતા પણ શરમાઈ જાય છે. જંગલમાં રહેતા પ્રાણીઓના વિસ્તારમાં જઈને તેઓને એવી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે છે કે દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં જંગલી બિલાડીની પજવણી કરવાનો વીડિયો સામે આવ્યો છે. જંગલના આરક્ષિત પ્રાણીઓની પજવણી આ વીડિયો Video જોઈને તમારુ હૃદય દ્રવી ઉઠશે, અને તમને આ નરાધમ શખ્સો સામે ફીટકાર વરસાવશો. 

અમરેલીના જંગલોમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન નીચે આવતા વન્ય જીવ જંગલ કેટ (બિલાડી)ની પજવણી કરવાની ઘટના સામે આવી છે. આરક્ષિત અને લુપ્ત થતી વાઈલ્ડ જંગલી બિલાડીના માસુમ બચ્ચાને કેટલાક ઈસમોએ ગળુ પકડી લીધું હતું. એટલુ જ નહિ, આ નરાધમો આટલેથી અટક્યા ન હતા. તેઓએ જંગલી બિલાડીના મોઢામા લાકડી પણ ઘુસાડી હતી. તાજા જન્મેલા વાઈલ્ડ કેટના બચ્ચાને દીપડાનું બચ્ચું માની કેટલાક શખ્સોએ તેને ખેતરમાં લઈ જઈને હેરાન કરી હતી. વાઈલ્ડ કેટની પજવણી કરતો વીડિયો બગસરાના શાપર ગામનો હોવાનું કહેવાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે જોવુ એ રહ્યું કે આ નરાધમો વન વિભાગની પકડથી કેટલા દૂર રહેશે.

https://lh3.googleusercontent.com/-zN-Dygme7YY/XetrJFUAVsI/AAAAAAAAJ94/ZPYfG1YDoQwU7A7l3cm9DwMj69GDb6zFwCK8BGAsYHg/s0/Wild_cat_Amreli_video2_zee.JPG 

ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં અનેકવાર સિંહની પજવણીના વીડિયો સામે આવતા રહ્યાં છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે, ત્યારે લોકોમાં મૂંગા જીવો વિશે ક્યારે અવેરનેસ આવશે તે જોવુ રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news