આંતરરાષ્ટ્રીય પેસેન્જરો માટે નવી ગાઇડલાઇન, 7 દિવસ પેઇડ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારત આવનારા યાત્રીકો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. હવે આંતરરાષ્ટ્રીય પેસેન્જરોએ પહોંચ્યા બાદ 7 દિવસ પેઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ Guidelines for international passengers arriving into India: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારત આવનારા યાત્રીકો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. હવે આંતરરાષ્ટ્રીય પેસેન્જરોએ પહોંચ્યા બાદ 7 દિવસ પેડ ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. ત્યારબાદ આગામી 7 દિવસ તે હોમ આઇસોલેશનમાં રહેશે. કેટલાક મામલામાં છૂટ આપવામાં આવશે જેમ કે- માનવ સંકટ, ગર્ભવતી મહિલાઓ, પરિવારમાં કોઈનું મૃત્યુ કે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે માતા-પિતા માટે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીન જરૂરી હશે નહીં. તેને ખુદ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવશે. આ નવી ગાઇડલાઇન 8 ઓગસ્ટથી લાગૂ થશે.
છૂટ જોઈએ તો શું કરવુ?
ફરજીયાત ક્વોરેન્ટીનમાંથી છૂટ મેળવવા માટે યાત્રીકોને ઓનલાઈન પોર્ટલ પર બોર્ડિંગથી પહેલા ઓછામાં ઓછા 72 કલાક પહેલા એપ્લાઈ કરવું પડશે. સરકાર તે વિનંતી પર અંતિમ નિર્ણય કરશે. ક્વોરેન્ટીનમાંથી છૂટ માટે અરાઇવલ પર નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ દેખાડવો પડશે. પરંતુ આ ટેસ્ટ યાત્રાના 96 કલાકની ટાઇમલાઇન વચ્ચે થયેલો હોવો જોઈએ. પરંતુ રાજ્યોને તે છૂટ આપવામાં આવી છે કે તે ક્વોરેન્ટીન અને આઇસોલેશન પર પોતાનો અલગ પ્રોટોકોલ બનાવી શકે છે.
#FlyAI : Kind Attention Please !@MoHFW_INDIA has issued new guidelines for international passengers arriving into India, which will come in force 0001 Hrs, 8th August 2020.
New guidelines supersedes guidelines issued on the subject dated 24th May 2020. pic.twitter.com/8wHke9sPBA
— Air India (@airindiain) August 2, 2020
માત્ર એસિમ્ટોમેટિકને મળશે ભારતમાં એન્ટ્રી
ભારત માટે ફ્લાઇટ કે જહાજ લેનારનું થર્મલ સ્ક્રીનિંગ બાદ એસિમ્ટોમેટિક આવ્યા બાદ જ બોર્ડ કરવા આપવામાં આવશે. લેન્ડ બોર્ડર દ્વારા ભારતમાં એન્ટ્રી ઈચ્છનાર લોકોને પણ આ પ્રોટોકોલમાંથી પસાર થવું પડશે. ટિકિટની સાથે પણ શું કરો અને ન કરો, તેનું એક લિસ્ટ પણ પેસેન્જરોને આપવામાં આવશે. ભારતમાં શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે.
કાર્ગો અને વંદે ભારત મિશન પર પ્રતિબંધ નહીં
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પ્રતિબંધને આગળ તે માટે વધાર્યો કારણ કે અધિકારીઓને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ઓપરેશન શરૂ કરતા પહેલા ભારતને તૈયાર થવામાં વધુ સમય લાગશે. પરંતુ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન પર પ્રતિબંધ નથી. ન તો DGCAથી અપ્રૂવ ફ્લાઇટ પર પ્રતિબંધ છે. સાથે વંદે ભારત મિશન હેઠળ ઉડનારી ફ્લાઇટ જારી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે