પાકિસ્તાનની નવી સરકાર સાથે અમેરિકન સરકારની કામ કરવાની ઇચ્છા

અમેરિકાએ ઇમરાન ખાનને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવાનું સ્વાગત કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં શાંતિ અને સમુદ્ધિમાં વઘારો થાય તે માટે પાકિસ્તાન સરકાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇસ્લામાબાદમાં શનિવારે એક સમારોહમાં 65 વર્ષીય ઇમરાન ખાને પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.  

પાકિસ્તાનની નવી સરકાર સાથે અમેરિકન સરકારની કામ કરવાની ઇચ્છા

ન્યૂયોર્ક: અમેરિકાએ ઇમરાન ખાનને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવાનું સ્વાગત કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં શાંતિ અને સમુદ્ધિમાં વઘારો થાય તે માટે પાકિસ્તાન સરકાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇસ્લામાબાદમાં શનિવારે એક સમારોહમાં 65 વર્ષીય ઇમરાન ખાને પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.  

વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથર નોર્ટ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે ‘પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાનખાનના પદ સંભાળવા પર અમે તેમનું સ્વાગત કરીએ છે.’ નિવેદનમાં કહેવામાં આવ્યું કે આશરે 70 વર્ષોથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધ મહત્વપૂર્ણ રહ્યા છે. 

પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં ત્યારે ખટાશ આવી હતી જ્યારે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ અક્ષેપ મુક્યા હતા કે, પાકિસ્તાને અમેરિકાને દગા સિવયા બીજુ કઇ આપ્યું જ નથી અને આતંકવાદીઓને સુરક્ષિત આશરો આપ્યો છે. ટ્રંપના આ પ્રકારના આરોપથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં થોડી ખટાશ આવી હતી.  

અમેરિકાની સંસદ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી રક્ષા સહાય રકમમાં પણ ઘટાડો કરીને તેને 15 કરોડ કરી દીધી હતી. જે વિઘેયકે પણ માન્યુ હતું કે, વર્ષ દરમિયાન મળતા એક અરબ ડોલરની રકમ ઔતિહાસિર સ્તરે ખુબ ઓછી છે. 

નિવેદનમાં કહેવાયું કે ‘અમેરિકા પાકિસ્તાનમાં શાંતિ અને સમુદ્ધિમાં વઘારો થાય તે માટે પાકિસ્તાન સરકાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.’આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર માહાસચિવ એંતોરિયા ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દજારિકે ઇમરાન ખાનને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામનાઓ આપી હતી. વધુમાં તેણે કહ્યું કે, મહાસચિવ અને સંયુક્ત રાષ્ટ્ર વ્યવસ્થા પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news