Corona: હવે સમય આવી ગયો છે કે લોકો પોતાના ઘરમાં પણ માસ્ક પહેરેઃ સરકાર

સંયુક્ત સચિવે જણાવ્યુ કે, પાછલા વર્ષના મુકાબલે આ વખતે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસ માત્ર મનુષ્યોમાં ફેલાઈ છે, જેને રોકવા માટે કોવિડ-19 એપ્રોપ્રિયેટ બિહેવિયર લાગૂ રાખવું પડશે. 

Corona: હવે સમય આવી ગયો છે કે લોકો પોતાના ઘરમાં પણ માસ્ક પહેરેઃ સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ  (Covid-19) ની સ્થિતિને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સંયુક્ત સચિવે જણાવ્યુ કે, પાછલા વર્ષના મુકાબલે આ વખતે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસ માત્ર મનુષ્યોમાં ફેલાઈ છે, જેને રોકવા માટે કોવિડ-19 એપ્રોપ્રિયેટ બિહેવિયર લાગૂ રાખવું પડશે. 

આ રાજ્યોમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ
સોમવારે દેશમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેષ, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી 14.19 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 

સમય આવી ગયો છે કે, હવે ઘરમાં માસ્ક પહેરવાની જરૂર
નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ કે, હવે સમય આવી ગયો છે કે તમારે ઘરમાં પણ માસ્ક પહેરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળે છે, પરંતુ રિપોર્ટમાં તેની પુષ્ટિ થતી નથી, તો તેણે કેટલોક સમય ક્વોરેન્ટાઈન રહેવાની જરૂર છે. જો ઘરમાં કોઈ સંક્રમિત છે તો માનીને ચાલો કે તમે પોઝિટિવ છો. તેથી જરૂરી છે કે ઘર પર પણ માસ્કનો ઉપયોગ કરવામાં આવે. 

આ કારણે હોસ્પિટલોની બહાર થઈ જાય છે ભીડ
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ ખવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહ્યું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે. 

ઓક્સિજન ટેન્કરનું પરિહન એક મોટો પડકાર
તો ગૃહ મંત્રાલયમાં અધિક સચિવે જણાવ્યું કે, ભારત ખરીદી અને ભાડા બન્ને આધાર પર વિદેશોથી ઓક્સિજન ટેન્કર મંગાવી રહ્યું છે. ઓક્સિજન ટેન્કરોનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ-ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા, અમે ઓક્સિજન ટેન્કરોની અવર-જવર પર નજર રાખી રહ્યાં છીએ. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news