Video: બંગાળમાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનના કાફલા પર હુમલો, TMC કાર્યકરો પર લાગ્યો આરોપ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જે હિંસા શરૂ થઈ છે તે અટકવાનું નામ લેતી નથી. હવે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન પર મિદનાપોરમાં હુમલાના સમાચાર છે.

Video: બંગાળમાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનના કાફલા પર હુમલો, TMC કાર્યકરો પર લાગ્યો આરોપ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જે હિંસા શરૂ થઈ છે તે અટકવાનું નામ લેતી નથી. હવે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન પર મિદનાપોરમાં હુમલાના સમાચાર છે. કહેવાય છે કે તેમના પર કેજીટી ગ્રામીણ વિધાનસભાના પંચખુડીમાં હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે પશ્ચિમી મિદિનાપોરના પ્રવાસ દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો. કાચ તોડી નાખ્યા. મારા પર્સનલ સ્ટાફ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. મારે મારો પ્રવાસ અધવચ્ચેછોડીને પાછા ફરવું પડ્યું છે. 

કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન તરફથી શેર કરાયેલા વીડિયોમાં એક વ્યક્તિ ડંડાથી તેમની કાર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. જેવો તે હુમલો કરે છે કે કેન્દ્રીય મંત્રીની ગાડીનો ડ્રાઈવર ગાડીને પાછી વાળે છે. જ્યાં હુમલો કરાયો છે ત્યાં ટીએમસીના ઝંડા અને બેનર લાગેલા છે. હુમલા દરમિયાન ગાડીનો કાચ તૂટી જાય છે અને ડંડો અંદર આવી જાય છે. 

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન એ પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં બીએલ સંતોષ અને ભુપેન્દ્ર યાદવ પણ સામેલ છે. આ પ્રતિનિધિમંડળ હિંસામાં માર્યા ગયેલા કે ઘાયલ થયેલા ભાજપ કાર્યકરોના ઘરે  ઘરે જાય છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી રહ્યું છે. 

— V Muraleedharan (@VMBJP) May 6, 2021

આ હુમલા મામલે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આજે જે પ્રકારે કેન્દ્રીય મંત્રી પર હુમલો થયો ત્યાંની સરકારે લોકતંત્રને શર્મસાર કરી છે. આ સરકાર પ્રાયોજિત હિંસા છે, અમે તેની ટીકા કરીએ છીએ. મંત્રી સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે. જે પોલીસ અધિકારીઓ અને જેમની ઉપસ્થિતિમાં આ હુમલો થયો છે તેમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. 

— ANI (@ANI) May 6, 2021

આ બધા વચ્ચે બંગાળમાં પરિણામો બાદ થયેલી હિંસા પર હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવી ગયું છે. ગૃહ મંત્રાલયે એક ચાર સભ્યોની ટીમને બંગાળ મોકલી છે. જે હિંસાની તપાસ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અગાઉ રાજ્ય પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો અને હિંસાને લઈને જાણકારી માંગી હતી. ગૃહ મંત્રાલય દ્વારા જે ચાર સભ્યોની ટીમ બંગાળ મોકલવામાં આવી તેનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી લેવલના ઓફિસર કરી રહ્યા છે. ટીમ મુખ્ય રીતે ત્રણ મુદ્દાની તપાસ કરશે જેમાં રાજ્યમાં થઈ રહેલી હિંસા, તાજા ગ્રાઉન્ડ હાલત અને રાજનીતિક કાર્યકરોની હિંસા સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news