Budget 2023: PM મોદીના મિત્ર કોણ? સ્મૃતિ ઈરાનીએ કર્યો મોટો ખુલાસો!, ખાસ જાણો
Union Budget 2023: લાંબા સમયથી ભારતની જનતા જે સામાન્ય બજેટની રાહ જોઈ રહી હતી આખરે તે બુધવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરી દીધુ. આ વખતે સામાન્ય બજેટમાં કેટલાક ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં એક બાજુ ભારતના હેલ્થ સેક્ટરના બજેટમાં વધારો કરાયો છે ત્યાં બીજી બાજુ મનરેગામાં કાપ પણ કરાયો છે. પક્ષ અને વિપક્ષના નેતા આ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ જ શ્રેણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી.
Trending Photos

કોંગ્રેસના જાણીતા નેતા શશિ થરુરે કહ્યું કે આ વખતે બજેટને ખુબ નકારાત્મક બજેટ તો ન કહી શકાય. જ્યારે ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફારને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે સરકારના વખાણ પણ કર્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશને જો ઉત્થાનનું કેન્દ્ર બનાવવું હોય તો નારી સશક્તિકરણ પર ખાસ ધ્યાન આપવું પડશે. આવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહે છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે બજેટના દરેક પહેલુ મહિલાઓને સ્પર્શે છે. એગ્રીકલ્ચર ફીલ્ડમાં 20 લાખ કરોડનું બજેટ જાહેર કરાયું છે અને એગ્રીકલ્ચર ફીલ્ડમાં મહિલાઓનું ખુબ યોગદાન છે. આ ઉપરાંત મોટા અનાજના ઉત્પાદન પર ભાર મૂકાયો છે જેમાં મહિલાઓની પ્રત્યક્ષ ભૂમિકા નક્કી હોય છે.
દેશમાં 157 નર્સિંગ કોલેજની સ્થાપના અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમાંથી મોટાભાગની દેશની મહિલાઓ અને બેટીઓને ફાયદો મળશે. તેમણે એમ પણ કહ્યું કે દુનિયામાં Women's Empowerment ની વાત થાયછે પરંતુ Women Led Empowerment ની વાત કોઈ કરતું નથી. અમે એ કરીને બતાવ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રધાનમંત્રીનું નામ લેતા કહ્યું કે આપણે ડે ટુ ડે લાઈફ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું જોઈએ. આ સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણું લક્ષ્ય શું છે અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તે રસ્તાના નિર્માણ ઉપર પણ ધ્યાન આપીએ. કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ પર હુમલો કરતા ક હ્યું કે અમે ગરીબોને મફત રાશન આપ્યું અને ખેડૂતોને ફાયદો પહોંચાડ્યો જો ગરીબ ખેડૂતો મોદીના મિત્ર છે તો આવા મિત્ર સર આંખો પર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે