Passport: અલગ અલગ રંગના હોય છે પાસપોર્ટ, જાણો જૂદા રંગના પાસપોર્ટનો અર્થ
પાસપોર્ટ વિશે તો તમે જાણતા હશો. કોઈપણ દેશના નાગરિકે વિદેશની યાત્રા કરવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. પરંતુ શું ક્યારેય પાસપોર્ટના જુદા-જુદા રંગ વિશે સાંભળ્યું છે અને આ અલગ-અલગ રંગનો પાસપોર્ટ કોને કઈ રીતે મળે છે. ભારતમાં પણ ત્રણ કલરના પાસપોર્ટ હોય છે. વાંચો અમારો આ વિશેષ અહેવાલ...
Trending Photos
દિક્ષિતા દાનાવાલા, અમદાવાદઃ પાસપોર્ટ આપણા સૌ ને ખ્યાલ હશે..અને પાસપાર્ટ તો બધા પાસે હશે... આપણે સામાન્ય રીતે બ્લૂ રંગનો પાસપોર્ટ જોયો છે...પણ હુ આજે આપને બ્લુ પાસપોર્ટ સિવાય અલગ અલગ રંગના પાસપાર્ટની કરવાની છુ વાત...જી હા શા માટે પાસપોર્ટ અલગ-અલગ રંગના હોય છે.. તો પાસપોર્ટના રંગો વિશે આજે જાણીશું કે તેનો ખાસ અર્થ શું છે કયા રંગનો પાસપોર્ટ કઈ વ્યક્તિ ઘરાવે છે.
ભારતમાં ત્રણ અલગ-અલગ રંગના પાસપોર્ટ
ભારતીય પાસપોર્ટ ત્રણ અલગ-અલગ રંગોનો હોય છે. નાગરિકોના મહત્વ ઉપરાંત, આ પાસપોર્ટનો વાસ્તવિક હેતુ પણ જૂદો છે. હુ આપને જણાવીશ વાદળી, સફેદ અને મરૂન પાસપોર્ટ અંગેની માહિતી. દેશમાં પાસપોર્ટના રંગ માટે કડક નિયમ હોય છે. પરંતુ પાસપોર્ટનો આકાર, પેજ અને તેના પર લખેલી માહિતી માટે આંતરરાષ્ટ્રીય નિયમ હોય છે. રંગ માટે તેની છૂટ આપવામાં આવી છે.
વાદળી રંગનો પાસપોર્ટ દેશના સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યો છે. આ પાસપોર્ટમાં વ્યક્તિના નામ સિવાય જન્મતારીખ અને સ્થાનિક સરનામાની માહિતી આપવામાં આવી છે. આ સાથે ઓળખ માટે ફોટો, હસ્તાક્ષર, શરીર પરના કોઈપણ નિશાન વિશે પણ માહિતી આપવામાં આવે છે. પાસપોર્ટ પર કોઈ દેશના વિઝા મળ્યા પછી, વ્યક્તિ ત્યાં મુસાફરી કરી શકે છે.
આ તો વાત થઈ બધા પાસે હોઈ તે પાસપોર્ટની પણ સફેદ પાસપોર્ટ શુ મહત્વ છે તે જાણીયે
સફેદ પાસપોર્ટ
સફેદ પાસપોર્ટને પાવરફૂલ પાસપોર્ટ ગણવામાં આવે છે...કોઈ સત્તાવાર કામ માટે વિદેશ જતી અધિકારીને સફેદ રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે. ...માત્ર ભારત સરકારના અધિકારીઓ જ સફેદ પાસપોર્ટ માટે પાત્રતા ધરાવે છે. કસ્ટમની ચકાસણી વખતે આ સફેદ રંગનો પાસપોર્ટ ધરાવનાર અધિકારી કે સરકારી વ્યક્તિ સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે. સાથે જ તેઓની સવિધાઓ વિશેષ હોય છે.
મરૂન પાસપોર્ટ
મરૂન રંગના પાસપોર્ટ ભારતના રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓને જ જારી કરી શકાય છે. જેમાં IAS અને વરિષ્ઠ IPS રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. જે લોકો પાસે આ પાસપોર્ટ છે તેમને વિદેશ જવા માટે વિઝા લેવાની પણ જરૂર નથી. ઉપરાંત, તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા પણ અન્યની તુલનામાં ખૂબ જ સરળ અને ઝડપી બને છે. આવા લોકો જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમની સામે સરળતાથી કોઈ કેસ નોંધી શકાતો નથી.
લીલા રંગનો પાસપોર્ટ
દુનિયાના 43 દેશો પાસે લીલા રંગનો પાસપોર્ટ છે. જેમાં મોટા ભાગના દેશો ઈસ્લામીક છે. ઈસ્લામમાં લીલા રંગને પવિત્ર માનવામાં આવે છે. ઈસ્લામીક દેશ જેવા કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા વગેરે દેશોમાં લીલા રંગનો પાસપોર્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે