દિલ્હીમાં ફરી વધી રહ્યાં છે કોરોનાના કેસ, સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રએ સંભાળી કમાન
Delhi Covid Cases Increasing Again: કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં એકવાર ફરી કોરોનાનો કેર વધવા લાગ્યો છે. દિલ્હીમાં હવે એક દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે. તો દિલ્હીમાં કોરોનાની બગડતી સ્થિતિને સંભાળવા માટે એકવાર ફરી કેન્દ્રએ કમાન સંભાળી લીધી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરશે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ સચિવ ક્રમવાર બધા કેન્દ્ર શાસિત પ્રદેશોની નિયમિત સમીક્ષા હેઠળ સોમવારે દિલ્હીમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરશે. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આ બેઠક યોજાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને દિલ્હી સરકારના ટોચના અદિકારી બેઠકમાં ભાગ લેશે.
દિલ્હીમાં બની રહ્યાં છે એક બાદ એક રેકોર્ડ
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ તે રીતે ફેલાઈ રહ્યું છે કે પહેલા અત્યાર સુધી ક્યારેય ફેલાયું નથી. તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે શુક્રવારે સતત ત્રીજા દિવસે નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે. આ સપ્તાહે બુધવારે પ્રથમવાર દિલ્હીમાં નવા કેસનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો હતો, જ્યારે 5673 નવા કેસ સામે આવ્યા હતા. તેના આગામી દિવસે તે રેકોર્ડ તૂટી ગયો. ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમણના 5739 નવા કેસ સામે આવ્યા હતા. શુક્રવારે આ રેકોર્ડ પણ ધ્વસ્ત થઈ ગયો જ્યારે 5891 કેસ સામે આવ્યા હતા.
જાણો શું છે કારણ
નિષ્ણાંતોનું માનવું છે કે દિલ્હીમાં મોટી સંખ્યામાં અપ્રામાણિક રેપિડ એન્ટીજન તપાસ થવાને કારણે આવા સમયમાં કોવિડ-19ના મામલામાં વધારો થવાની આશંકા છે, જ્યારે પ્રદુષણ વધી રહ્યું છે તથા તહેવારોની સીઝનમાં બજારોમાં ભીડ છે. તો નિષ્ણાંતોએ તે પણ કહ્યું કે, આરટી-પીસીઆર તપાસ વધારવાથી મોટી સંખ્યામાં સંક્રમણના કેસની જાણકારી મેળવવામાં મદદ મળી છે, બાકી તેનો ખ્યાલ આવત નહીં.
ફોર્ટિસ હોસ્પિટલ, વસંત કુંજના ડો રિચા સરીન પ્રમાણે જો આરટી-પીસીઆર તપાસ વધારવામાં આવે તો આ સંખ્યા ભયાનક હશે. હું સમજુ છું કે લોકો ખાસ કરીને યુવાનો ઘરમાં બેસી-બેસીને માનસિક રૂપથી થાકી ગયા છે અને લોકોને મળવા ઈચ્છે છે. પરંતુ વધુ જવાબદાર નાગરિક હોવાને કારણે તેણે બધી સાવધાની અને સાવચેતીને તિલાંજલિ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે