સંસદમાં ફરી ઉઠી 'એક દેશ એક ચૂંટણી'ની માંગ, સરકારે કહ્યું- ચૂંટણી એક સાથે યોજવાથી થશે પૈસાની બચત

Union Government: કેન્દ્ર સરકારે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવા મુદ્દે ફરી નિવેદન આપ્યું છે. 
 

સંસદમાં ફરી ઉઠી 'એક દેશ એક ચૂંટણી'ની માંગ, સરકારે કહ્યું- ચૂંટણી એક સાથે યોજવાથી થશે પૈસાની બચત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Union Government) એ વિધાનસભા અને લોકસભા ચૂંટણી (Loksabha Chunav) કરાવવાને લઈને એકવાર ફરી નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે તો પૈસાની બચત થશે. કેન્દ્ર સરકાર રાજ્યસભામાં કહ્યું કે, ચૂંટણી મોટા બજેટ અને ખર્ચીલી થઈ ગઈ છે અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાથી પૈસાની બચત થશે. કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી છે. 

તેમણે કહ્યું, 'લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી સાથે-સાથે કરવાની જરૂરીયાત અનુભવાય છે કારણ કે ચૂંટણી મોટા બજેટ અને ખર્ચીલી બની ગઈ છે. કાયદા પંચે પોતાના એક રિપોર્ટમાં શાસનમાં સ્થિરતા માટે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી સાથે-સાથે કરાવવાનું સૂચન આપ્યું છે.'

રિજિજૂએ કહ્યુ કે એક સાથે ચૂંટણી કરાવવાથી સરકારી ખજાનામાં મોટી બચત થશે તો વારંવાર ચૂંટણી કરાવવામાં વહીવતી તથા કાયદાકીય વ્યવસ્થા તંત્રના પ્રયાસોની પુનરાવૃત્તિથી બચી શકાશે. તેમણે કહ્યું કે આ સાથે રાજકીય દળો તથા ઉમેદવારોને તેના ચૂંટણી અભિયાનોમાં પણ ખુબ બચત થશે તથા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા લાંબા સમય સુધી લાગૂ રહેવાને કારણે પડતા પ્રતિકૂળ પ્રભાવ પર છુટકારો મળશે. 

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ પહેલા પણ વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવાની વાત કહેતી આવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે વારંવાર ચૂંટણી થવા પર દેશ પર વધુ આર્થિક ભાર પડે છે. જો એક સાથે ચૂંટણી થાય તો ઘણો ખર્ચ થતો બચાવી શકાય છે અને હજારો લોકોએ વારંવાર ચૂંટણી પ્રક્રિયા માટે ભેગા થવું પડશે નહીં. તો વિપક્ષ આ મુદ્દે ક્યારેય સહમત થયો નથી. વિપક્ષ કેન્દ્ર સરકારના આ નિવેદનનો વિરોધ કરતો રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news