Budh Gochar 2022: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા

Mercury Transit 2022: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કોઇપણ ગ્રહનું રાશિ પરિવર્તન તમામ રાશિઓના જીવનને પ્રભાવિત કરે છે. બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યું છે. એવામાં આ દરમિયાન સોના-ચાંદી અને શેર માર્કેટમાં એકદમથી ઉછાળો આવશે. 

Budh Gochar 2022: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા

Budh Gochar 2022: દર મહિને ઘણા ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન ઘણી રાશિના જાતકોના જીવન પર શુભ તો કેટલીકના જીવન પર અશુભ પ્રભાવ જોવા મળે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ બુધ ગ્રહે ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 27 ડિસેમ્બર સુધી આ રાશિમાં બિરાજમાન રહેવાનો છે. તો બીજી તરફ 16 ડિસેમ્બરના રોજ સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી આ રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. 

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર બુધના ગુરૂની રાશિમાં પ્રવેશ કરવાથી શુભ ફળોના પ્રભાવોમાં ઘટાડો આવશે. એવામાં ઘણી રાશિના જાતકો માટે આ સમય મિશ્ર હોઇ શકે છે. આવો જાણીએ બુધનું ધનમાં પ્રવેશ લોકોના જીવન પર શું પ્રભાવ પાડશે. 

આ રાશિના જાતકો રહે સાવધન
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને શુભ તો કેટલાક લોકોને અશુભ પ્રભાવોનો સામનો કરવો પડશે. આ દરમિયાન કર્ક, વૃશ્વિક, કન્યા અને મીન રાશિવાળા માટે આ સમય સારો રહેવાનો છે. તો બીજી તરફ તુલા, મકર અને કુંભ રાશિવાળાને આ દરમિયાન સમજી વિચારીને નિર્ણય લેવા પડશે. એટલું જ નહી, મેષ, વૃષભ, મિથુન, સિંહ અને ધન રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેવાનો છે. 

આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને થશે લાભ
જ્યોતિષીઓનું કહેવું છે કે બુધના ગોચરથી પત્રકારત્વ, શિક્ષણ, લેખન અને વકીલાત વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા તર્ક શક્તિમાં વધારો થશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોના જીવનમાં મોટા ફેરફાર જોવા મળશે. તો બીજી તરફ લોકોના કામ કરવાની રીતમાં પણ ફેરફાર જોવા મળશે. ગુરૂની રાશિમાં બિરાજમાન થવાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થશે. 

આ લોકો માટે શુભ છે સમય
બુધ રાશિના સ્થાન પરિવર્તનથી કર્ક, વૃશ્વિક, કન્યા અને મીન રાશિના જાતકોને વિશેષરૂપથી લાભ થવાનો છે. આ દરમિયાન આ લ્કોને નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. તો બીજી તરફ અટવાયેલા નાણા મળવાની પુરી સંભાવના છે. વેપારમાં રોકાણ કરવાનું વિચાર રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે. 

આ લોકો ખૂબ સંભાળીને રાખે પગ
આ સમયગાળામાં મકર, તુલા અને કુંભ રાશિના જાતકોને ખૂબ સંભાળીને ચાલવાની જરૂર છે. આ દરમિયાન આર્થિક સ્થિતિ નબળી હોય શકે છે. બુધ ગોચર દરમિયાન બચતમાં હાનિ અને રોકાણમાં હાનિ થવાની સંભાવના છે. આ દરમિયાન વેપારમાં થોડું સમજી વિચારીને નિર્ણય લો. અત્યારે તમારું ભાગ્ય સાથ આપશે નહી. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news