'તારક મહેતા...' સિરિયલે દેશી ઊંબાડિયાનો સ્વાદ વિદેશીઓ સુધી પહોંચાડ્યો, તમે પણ ખાશો તો ખાતા જ રહી જશો!
કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ત્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં હેલ્દી અને ચટાકેદાર વાનગીઓની બોલબાલા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની બોલબાલા છે.
Trending Photos
વલસાડ: શિયાળાની શરૂઆત થતા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત ઉબાળીયાની મહેકથી ગુજરાત સહિત વિદેશમાંથી પણ લોકો વલસાડ જિલ્લાના પ્રવશે આવી પહોંચે છે. ઉબાળીયું તેલ અને પાણી વગર માત્ર માટલામાં શેકવાથી તૈયાર થતી સ્વાદિષ્ટ વાનગી છે. વલસાડના અતુલ હાઇવે ઉપર આવેલું નોબલ ઉબાળીયું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી વધારે ફ્રેમશ બન્યું છે.
આ નોબલ ઉબાળીયું અમેરિકા, જાપાન, રશિયા સહિતના કેટલાક દેશોમાં વસતા વલસાડના નાગરિકો શિયાળામાં નોબલ ઉબાળીયું પાર્સલ મંગાવતા હોય છે. વિદેશમાં પણ લોક ચાહના ધરાવતા નોબલ ઉબાળીયાની ડિમાન્ડ વધી રહી છે. તારક મહેતાના આશિષ મોદીએ નોબલ ઉબડીયુની ટીમની મુલાકાત લઈને આ વિશેષ રેસિપી ઉપર એક એપિસોડ શૂટ કર્યો હતો, ત્યારબાદથી નોબલ ઉબાળીયાની ડિમાન્ડ વધતી ગઈ છે.
કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ત્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં હેલ્દી અને ચટાકેદાર વાનગીઓની બોલબાલા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની બોલબાલા છે. કંદમૂળ અને લીલી પાપડી, બટેકા, શકરિયાને માટલામા ભરીને ભઠામાં બાફીને અનોખી રીતે બનાવવામા આવતું ઉંબાડીયુ એક વાર ચાખી લો...તો એનો સ્વાદ ક્યારેય ભુલાશે નહિ. આખા શિયાળામાં ઉંબાડીયાની સીજન ચાલે છે. જે આ વિસ્તારના લોકો માટે કમાણી અને રોજગારનું એક મોટુ માધ્યમ પણ પુરવાર થાય છે. તો ઉબાડીયાની બોલબાલા એટલી છે કે નાનાથી લઈને મોટા લોકોને ઉબાડીયાના સ્વાદનો ચસ્કો લાગે છે. જંકફૂડના જમાનામાં તેલ વિના તૈયાર થયેલ તીખા તમતમતા ચટાકેદાર ઉબાડીયાનો ચસ્કો નાના બાળકો થી લઈ મોટા લોકોને લાગે છે અને ઉંબાડીયાના સ્ટોલ પર લોકો ઉંબાડીયાના સ્વાદની મોજ માટે ઉમટી પડે છે.
મહત્વપૂર્ણ છે કે, ઉંબાડીયામાં કોઇ પણ રીતે બનાવવા માટે એક પણ તેલનું ટીપું વપરાતું નથી. સંપૂર્ણ તેલ રહિત માત્ર કંદમૂળને માટીના માટલામાં બાફીને બનાવવામાં આવતું હોવાથી તેના સ્વાદ સાથે ઉંબાડીયાની સુગંધ પણ લોકોને તેના તરફ આકર્ષવા કાફી છે. આમાં શિયાળામાં લીલા શાકભાજી અને કંદમૂળને ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું વિજ્ઞાન પણ માને છે, ત્યારે તેલ રહિત ઉંબાડીયુ શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવામાં આવે છે. આથી ઉંબાડીયુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો હોંશે હોંશે ઉંબાડીયાનો સ્વાદ માણે છે.
ઉંબાડીયાના સ્વાદનું ઘેલુ માત્ર વલસાડ જિલ્લાના લોકોને જ નહી પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને લાગે છે. આથી વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર આખો શિયાળો ઉંબાડીયાના અસંખ્ય સ્ટોલ જોવા મળે છે. આથી આ હાઇવે પરથી આવતા જતા લોકો પણ ઉંબાડીયાનો સ્વાદ માણવાનું ચુકતા નથી. આમ શિયાળામાં ત્રણ મહિના સુધી ઉંબાડીયુ તેના સ્વાદ અને તેની વિશેષતાને લઈ લોકોને સ્વાસ્થ માટે તો ફાયદાકારક છે. એની સાથે સાથે ઉંબાડીયુ આખો શિયાળો આ વિસ્તારના અનેક પરિવારો માટે રોજગારીનું અને સારી એવી કમાણીનું સાધન પણ બની રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે