Maharashtra: કેન્દ્રની ડફલી પર નાચી રહ્યાં છે બળવાખોર ધારાસભ્યો, રાજકીય સંકટ પર 'સામના'માં ભાજપ પર હુમલો
Shiv Sena Attack on BJP: મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શિવસેનાએ ફરી પોતાના મુખપત્ર સસામના દ્વારા ભાજપ પર હુમલો કર્યો છે. સામનામાં કહેવામાં આવ્યું કે ભાજપ બળવાખોર ધારાસભ્યોને પોતાની ડફલી પર નચાવી રહ્યું છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકીય તોફાન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ ચાલી રહ્યાં છે. જ્યારથી આ રમતમાં ભાજપની એન્ટ્રી થઈ છે ત્યારથી શિવસેના વધારે ગુસ્સામાં છે. એકવાર ફરી શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સામનાએ સિવસેનાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવ્યું કે ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. એટલું જ નહીં ધારાસભ્યોને રૂપિયામાં વેચાતા બેલ સુધી કહી દેવામાં આવ્યા છે.
સામનામાં શિવસેનાએ કહ્યું કે વડોદરામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર નેતા એકનાથ શિંદેની એક ગુપ્ત બેઠક થઈ જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ હતા. આ બેઠક બાદ કેન્દ્ર સરકારે બળવાખોર ધારાસભ્યોને વાઈ પ્લસની સુરક્ષા આપી દીધી છે. સામનામાં લખવામાં આવ્યું કે કેન્દ્રને લાગે છે કે આ ધારાસભ્યોનો મતલબ માનો લોકતંત્ર, આઝાદીના રખેવાળ છે, તેથી તેના વાળને પણ નુકસાન થવા દેવામાં આવશે નહીં. હકીકતમાં આ લોકો 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બેલ અથવા બિગ બુલ છે.
કેન્દ્રની તાલ પર નાચી રહ્યાં છે ધારાસભ્યો
મહારાષ્ટ્રના રાજકીય લોકનાટ્યમાં કેન્દ્રની ડફલી, તંબૂરાવાળા કુદી પડ્યા છે અને રાજ્યના ધારાસભ્યો તેની તાલ પર નાચી રહ્યાં છે. આ બધા લોકો ગુવાહાટીની એક ફાઇવ સ્ટાર હોટલમાં પોતાના મહારાષ્ટ્ર દ્રોહનું પ્રદર્શન દેશ અને દુનિયાને કરાવી રહ્યાં છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રની ભાજપે આ ધારાસભ્યોને ઉશ્કેર્યા છે. તેના નાટકનું મંચ તેમણે બનાવ્યું છે અને કથા-પટકથા ભાજપે લખી છે, તે છુપાયેલું રહી ગયું નથી.
બિન ભાજપ શાસિત રાજ્યોમાં કેન્દ્રની દખલ
મહારાષ્ટ્ર જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, પંજાબ, દિલ્હી વગેરે બિનભાજપ શાસિત રાજ્યોમાં કેન્દ્રની ભાજપ સરકાર આ પ્રકારનો હસ્તક્ષેપ હંમેશા કરતી રહી છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, તેના બંધારણીય અધિકારોમાં અલગ-અલગ પ્રકારે હસ્તક્ષેપ કરવો, આવા મામલા સતત સામે આવી રહ્યાં છે. હજુ મહારાષ્ટ્ર સામે બળવો કરનાર 15 ગદ્દાર ધારાસભ્યોને સીધી વાઈ પ્લસ સુરક્ષા આપવાનો કેન્દ્રનો નિર્ણય તેનો ભાગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે