ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ રહેશે: સંજય રાઉત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતાના ડેપ્યુટી સીએમ પદે રાજીનામું આપી દીધું છે. અને તેમના રાજીનામા બાદ સંજય રાઉતે નિવેદન આપતાં કહ્યું હતું કે અજિત દાદા અમારી સાથે છે. તેઓ એનસીપીમાં પાછા ફરશે. અને ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ પદ પર રહેશે. 

ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ રહેશે: સંજય રાઉત

નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં દેવેંદ્વ ફડણવીસ અને અજિત પવારની સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવાનો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતાના ડેપ્યુટી સીએમ પદે રાજીનામું આપી દીધું છે. અને તેમના રાજીનામા બાદ સંજય રાઉતે નિવેદન આપતાં કહ્યું હતું કે અજિત દાદા અમારી સાથે છે. તેઓ એનસીપીમાં પાછા ફરશે. અને ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ પદ પર રહેશે. 

27 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court,)ના ચૂકાદા પર પ્રતિક્રિયા આપતાં શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે 'સત્યની જીત થઇ. સંજય રાઉતે કહ્યું કે કોર્ટે અમને 30 કલાકનો સમય આપ્યો છે પરંતુ અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ. 

આ પહેલાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંજય રાઉતે બે ટ્વિટ કર્યા જેમાં એક ટ્વિટમાં તેમણે કહ્યું કે સત્યમેવ જયતે. જ્યારે બીજી ટ્વિટમાં તેમણે લખ્યું કે સત્ય પરેશાન થઇ શકે છે, પરંતુ પરાજિત ન થઇ શકે.

તમને જણાવી દઇએ કે વિપક્ષની અરજી પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસને બુધવારે સાંજે પાંચ વાગ્યા પહેલાં વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news