રાહુલને ચૂંટણી ના લડવા દેવાય, ભાજપ-શિવસેના લડતા તો દેશના દુશ્મન બનતા: ઉદ્ધવ

રાજદ્રોહ કાયદો હટાવવા કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની ટીકા કરતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, આવા લોકોને ચૂંટણી લડવા દેવી જોઇએ નહીં.

રાહુલને ચૂંટણી ના લડવા દેવાય, ભાજપ-શિવસેના લડતા તો દેશના દુશ્મન બનતા: ઉદ્ધવ

મુંબઇ: રાજદ્રોહ કાયદો હટાવવા કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની ટીકા કરતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, આવા લોકોને ચૂંટણી લડવા દેવી જોઇએ નહીં. શિવસેના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે મુંબઇની નજીક કલ્યાણમાં એક રેલીનું સંબોધન કરતા ઠાકરેએ કહ્યું કે, વિપક્ષ માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એક હિન્દુત્વ સંગઠનને બહાર કરવામાં જ ઇચ્છે છે.

તેમણે કહ્યું કે, ‘જો કોઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધિમાં સામેલ છે તેને છોડવામાં આવશે નહીં. તેમને ફાંસી પર લટકાવી દેવા જોઇએ.’

આ રીતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક અન્ય રેલીમાં કહ્યું કે, ભાજપ અને શિવસેના જો આમને-સામને લડતા રહેતા અને એક સાથ ન આવતા, તો બંને પાર્ટીઓ દેશની દુશ્મન બની જતી.

શિવસેનાએ લોકસભા ઉમેદવાર રાજન વિચારે માટે વોટની અપિલ કરતા થાણા જિલ્લામાં એક રેલીનું સંબોધન કરતા ઠાકરેએ કહ્યું કે, વર્તમાન સરકારે બોર્ડર પર જવાનોને મજબૂત કર્યા અને તેમને પૂછ્યું કે વિપક્ષ કેમ સર્જિકલ અને હવાઇ હુમલા પર સવાલ કરી રહ્યું છે. ઠાકરેએ કહ્યું કે, ‘જો અમે (ભાજપ-શિવસેના) લડતા રહેતા તો અમે આપણા દેશના દુશમન બની જતા.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news