ઉદ્ધવ બની શકે છે મહારાષ્ટ્રના હવે પછીના મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ મુખ્યમંત્રીઃ સૂત્ર
આ સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છે. સૂત્રો અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાઘાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂક્યું છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો સોમવારે અંત આવે તેવી સંભાવના છે. સૂત્રો અનુસાર શિવસેના સોમવારે સરકાર રચવાનો દાવો રજુ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે શિવસેની સરકારમાં NCP ભાગીદાર બનશે, જ્યારે કોંગ્રેસ બહારથી ટેકો આપશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એનસીપી સાથે થયેલી ડીલ અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે. શરદ પવારના ભત્રીજા અજિત પવારને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે. જયંત પાટિલને ગૃહમંત્રીનું પદ આપી શકાય છે. આ સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છે. સૂત્રો અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાઘાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂક્યું છે.
શિવસેના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો બનશે. તેમણે એક વખત કહી દીધું એટલે સમજી લો કે કોઈ પણ કિંમતે બનશે.
જો ઉદ્ધવ ઠાકરે પોતે મુખ્યમંત્રીનું પદ સંભાળે છે તો આ પ્રથમ ઘટના હશે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય સરકારમાં સામેલ થશે. જોકે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવે આદિત્ય ઠાકરેને ઉતારીને સંકેત આપી દીધો હતો કે તેઓ હવે પરિવારની આ પરંપરાને તોડવા માગે છે. શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે અગાઉ કહેતા હતા કે તેમના પરિવારમાંથી કોઈ પણ સરકારમાં જોડાશે નહીં. તેમના જીવતા રહેવા સુધી શિવસેનાના બીજા નેતાઓ જ કેન્દ્ર કે રાજ્યની સરકારમાં ભાગીદાર રહ્યા છે.
રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આપ્યું આમંત્રણ
આ બાજુ ભાજપ દ્વારા સરકાર રચવાની ના પાડ્યા પછી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. રાજભવને એક નિવેદનમાં જણાવ્યું કે, શિવસેનાએ 11 નવેમ્બરના રાત્રે 7.30 કલાક પહેલા જવાબ આપવાનો છે.
છેલ્લા ઘટનાક્રમ અનુસાર એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં એનસીપી સરકાર સાથે રચના માટે શિવસેનાએ ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાખવા પડશે. કેન્દ્રીય મંત્રીમંડળમાં રહેલા તમામ મંત્રીઓએ પણ રાજીનામું આપવાનું રહેશે.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે