હૈદરાબાદ: કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેનો વચ્ચે ટક્કર, 5 લોકો ઘાયલ 

હૈદરાબાદના કાઝીકુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે.  રેલવેનું કહેવું છે કે જ્યારે આ બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ ત્યારે બંને ટ્રેનોની ઝડપ ઓછી હતી. 

હૈદરાબાદ: કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેનો વચ્ચે ટક્કર, 5 લોકો ઘાયલ 

હૈદરાબાદ: હૈદરાબાદના કાઝીકુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે.  રેલવેનું કહેવું છે કે જ્યારે આ બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ ત્યારે બંને ટ્રેનોની ઝડપ ઓછી હતી. 

મળતી માહિતી મુજબ આ ટક્કર એમએમટીએસ(લોકલ ટ્રેન) અને કોંગુ એક્સપ્રેસ વચ્ચે થઈ હતી. બંને ટ્રેનો વચ્ચે ઈન્ટરસેક્શન પર ટક્કર થઈ. સાઉથ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ કહ્યું કે એમએમટીએસ (લોકલ ટ્રેન( પ્લેટફોર્મ નંબર 2 પર હતી અને ધીમે ધીમે આગળ વધી રહી હતી. જ્યારે કોંગુ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર આવી રહી હતી. ઈન્ટરસેક્શનમાં બંને ટ્રેનો વચ્ચે ટક્કર થઈ. 

જુઓ LIVE TV

આ ટક્કરમાં હાલ તો 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news