કેવી રીતે પડી કાળી ચૌદશ પર તેલ સ્નાન કરવાની પ્રથા, જેનાથી મળે છે આંખ અંજાય તેવું સૌંદર્ય

ભગવાને નરકાસુરનો વધ કર્યો, ત્યાર બાદ તેમણે તેલથી સ્નાન કર્યું હતું. બસ ત્યારથી તેલથી સ્નાન કરવાની પ્રથા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે, તેલના સ્નાનથી નરકમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગ તેમજ સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. 

કેવી રીતે પડી કાળી ચૌદશ પર તેલ સ્નાન કરવાની પ્રથા, જેનાથી મળે છે આંખ અંજાય તેવું સૌંદર્ય

પાંચ દિવસીય દિવાળીના તહેવારના એક દિવસ પહેલા નાની દિવાળી ઉજવવાનો રિવાજ છે. ભારતીય શાસ્ત્ર અનુસાર, નાની દિવાળીના દિવસે રાક્ષસ નરકાસુરનો વધ થયો હતો. જેના બાદથી નાની દિવાળીના દિવસને નરક ચતુર્થીના તહેવાર તરીકે ઉજવવાનું શરૂ કરાયું. માનવામાં આવે છે કે, નરકાસુરના વધ બાદ ઉત્સવ મનાવતા લોકોએ દીવા પ્રગટાવ્યા હતા, ત્યારથી જ દિવાળી પહેલા નાની દિવાળી કે નરક ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે તેલથી સ્નાન કરવામાં આવે છે. જેના શ્રીકૃષ્ણની આરાધના કરાય છે. આ દિવસે જ તેલથી સ્નાન કરવા પાછળ એક કારણ છે, જે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે. 

રૂપ ચૌદસ પણ કહેવાય છે
કાર્તિક માસની કૃષ્ણ પક્ષીની ચતુર્થીને રુપ ચૌદશના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્વર્ગ તેમજ રૂપની પ્રાપ્ત માટે સૂર્યોદય પહેલા ઉટણ, સ્નાન તેમજ પૂજન કરવાનું મહાત્મય છે. સમગ્ર ભારતમાં રૂપ ચતુર્થીનો પર્વ યમરાજ માટે દીપ પ્રગટાવીને ઉજવાય છે. જે યમના પ્રતિ આસ્થાને પ્રકટ કરવા માટે કરાય છે. પરંતુ બંગાળમાં મા કાળીનો જન્મદિવસ આ જ દિવસે થયું હોવાનું કહેવાય છે. જેથી આ દિવસને કાળી ચૌદસ પણ કહેવાય છે. આ દિવસે મા કાળીના વિશેષ આરાધના કરાય છે. તેમના આર્શીવાદથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને સફળતા મળે છે. 

તેલથી સ્નાન કરવા પાછળ પૌરાણિ કારણ
રુપ ચતુર્થીના દિવસે ઉટણ અને તેલથી સ્નાન કરવા પાછળ એક પૌરાણિક કારણ છે. કહેવાય છે કે, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પત્ની સત્યભામાએ નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણે તેને નરક ચતુર્થી કહેવાય છે. જ્યારે ભગવાને નરકાસુરનો વધ કર્યો, ત્યાર બાદ તેમણે તેલથી સ્નાન કર્યું હતું. બસ ત્યારથી તેલથી સ્નાન કરવાની પ્રથા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે, તેલના સ્નાનથી નરકમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગ તેમજ સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. 

આજના દિવસે શ્રીકૃષ્ણના આ મંત્રના ઉચ્ચારણથી અનેક ફાયદા થાય છે. वसुदेव सुत देवं, नरकासुर मर्दनमः । देवकी परमानन्दं, कृष्णम वंदे जगत गुरुम ।।
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news