આર્થિક વિકાસને ગતિ આપવા અને રોજગારની તકો વધારવા મોદી સરકારે લીધુ મોટું પગલું 

ભારતીય અર્થવ્યવસ્થા પર છવાયેલી સુસ્તી અને દેશમાં બેરોજગારીના વધતા સ્તરથી ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બે નવી કેબિનેટ કમિટીની રચના કરી. આ બંને મંત્રીમંડળ સમિતિ વડાપ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક વિકાસને ગતિ આપવા, રોકાણના માહોલને વધુ સારા કરવાની સાથે સાથે રોજગારીની તકો વધારવા માટે સૂચનો આપશે. 
આર્થિક વિકાસને ગતિ આપવા અને રોજગારની તકો વધારવા મોદી સરકારે લીધુ મોટું પગલું 

નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા પર છવાયેલી સુસ્તી અને દેશમાં બેરોજગારીના વધતા સ્તરથી ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બે નવી કેબિનેટ કમિટીની રચના કરી. આ બંને મંત્રીમંડળ સમિતિ વડાપ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક વિકાસને ગતિ આપવા, રોકાણના માહોલને વધુ સારા કરવાની સાથે સાથે રોજગારીની તકો વધારવા માટે સૂચનો આપશે. 

પહેલી સમિતિમાં પાંચ સભ્યો
રોકાણ અને વિકાસ (ઈન્વેસ્ટમેન્ટ અને ગ્રોથ) પર બનેલી પાંચ સભ્યોની કેબિનેટ કમિટીમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, રોડ અને પરિવહન તથા રાજમાર્ગ અને એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીની સાથે સાથે રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ સામેલ છે. 

બીજી સમિતિમાં 10 સભ્યો
રોજગાર અને કૌશલ વિકાસ ( એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ) પર બનેલી કેબિનેટ કમિટીમાં ચેરમેન સહિત 10 સભ્યો છે. અમિત શાહ, નિર્મલા સીતારમન તથા ગોયલને આ સમિતિમાં પણ સામેલ કરાયા છે. તેમના ઉપરાંત કૃષિ તથા ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૌશલ વિકાસ અને આંતરપ્રિન્યોરશિપ મંત્રી મહેન્દ્રનાથ પાંડેની સાથે સાથે શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવાર તથા આવાસ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી હરદીપ સિંહ પુરી પણ આ સમિતિની સભ્ય છે. 

જુઓ LIVE TV

આર્થિક સુસ્તીએ મૂક્યા ચિંતામાં
નોંધનીયછે કે કેન્દ્રમાં નવી ચૂંટાઈ આવેલી સરકારની સામે અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તી મોટો પડકાર બની છે. ગત નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 5.8 ટકા પર પહોંચી ગયો. આ બાજુ સંપૂર્ણ નાણાકીય વર્ષનો આર્થિક વિકાસ દર 6.8 ટકાએ પહોંચી ગયો છે જે છેલ્લા પાંચ વર્ષો સૌથી નીચલા સ્તરે છે. નાણાકીય વર્ષ 2018-19 માટે 7.2 ટકા જીડીપી ગ્રોથનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે 0.04 ટકાથી પછડાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news