આવી ચલણી નોટ છે તમારી પાસે? કરો ચેક... બની શકો છો 'માલામાલ'
શું તમે ક્યારેય તમારી પાસેની ચલણી નોટોને ધ્યાનથી જોઈ છે ખરા? શું તમે ક્યારેય નોટો પરના નંબરોમાં છૂપાયેલી જાણકારી શોધવાની કોશિશ કરી છે? જો ન કરી હોય તો તમને અહીં અમે એવી માહિતી આપીએ છીએ કે જે કદાચ તમને ચોંકાવી દેશે.
Trending Photos
શું તમે ક્યારેય તમારી પાસેની ચલણી નોટોને ધ્યાનથી જોઈ છે ખરા? શું તમે ક્યારેય નોટો પરના નંબરોમાં છૂપાયેલી જાણકારી શોધવાની કોશિશ કરી છે? જો ન કરી હોય તો તમને અહીં અમે એવી માહિતી આપીએ છીએ કે જે કદાચ તમને ચોંકાવી દેશે. નોટોના નંબર પર તમારી કે કોઈ સેલેબ્રિટીની જન્મતારીખ એટલે કે બર્થ ડેટ છૂપાયેલી હોય છે. આવી નોટ ફક્ત તમારા માટે ખાસ જ નહીં પરંતુ આ નોટ તમને ધનવાન પણ બનાવી શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઈબે પર આવી નોટોની બોલી લાગે છે જેમાં આ નોટો હજારો રૂપિયા સુધીમાં વેચાય છે.
શું છે તેની ખાસિયત
સ્પેશિયલ સિરીઝવાળી નોટો ખુબ ઓછા લોકો પાસે હોય છે. તેમાં એવી પણ નોટ હોય છે જેમાં ડેટ ઓફ બર્થ લખેલી હોય છે. જરૂરી નથી કે આ નોટ સરળતાથી મળી જાય. પરંતુ જો સદનસીબે મળી પણ જાય તો તેને નજરઅંદાજ ન કરો. આવી નોટો સ્પેશિયલ કેટેગરીમાં રાખવામાં આવે છે. ઈબે પર તેની બોલી લાગે છે. નંબર કેટલો ખાસ છે તેના આધારે તેની કિંમત નક્કી થાય છે. હાલમાં જ ઈબે પર એક બર્થડેવાળી નોટની હરાજી થઈ રહી છે. આ નોટ એમ સારાવનનના નામ પર છે. તેમની બર્થ ડેટ આ નોટના નંબરો સાથે મેળ ખાય છે. હરાજીમાં તેની શરૂઆતની કિંમત 5 ડોલર રાખવામાં આવી છે.
હરાજીવાળી નોટમાં શું ખાસિયત છે
આ નોટ પરનો નંબર એટલે કે ડેટ (23/04/78) ખુબ ખાસ છે. આ દિવસે પ્રખ્યાત લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ થયો હતો. એટલું જ નહીં પરંતુ રેસ્લિંગના શોખિન તેનું વધુ કિંમત પણ આપી શકે છે કારણ કે આ જ દિવસે પ્રસિદ્ધ રેસલર જોન સીનાનો પણ જન્મદિવસ છે.
જુઓ LIVE TV
પહેલા પણ વેચાયા છે નોટ
ઈબે પર થોડા સમય પહેલા એક રૂપિયાની એક નોટ 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી. 7 લાખ રૂપિયામાં વેચાયેલી તે એક રૂપિયાની નોટની ખાસિયત એ હતી કે તે આઝાદી પહેલાની એકમાત્ર નોટ હતી. જેના પર તે સમયના ગવર્નર જે ડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઈન્ડિયા તરફથી 1935માં બહાર પાડવામાં આવી હતી.
મોટી રકમ ચૂકવાય છે
યુનીક અને એન્ટીક નોટ તથા કોઈન્સ પર કલેક્ટર્સ પૈસા ખર્ચતા હતાં. પરંતુ જેમ જેમ તેના પર મળતા રિટર્ન અનેક ગણા વધવા લાગ્યા છે ત્યારથી રોકાણ કરનારાઓ પણ આવી નોટો અને કોઈન્સ ખરીદવા લાગ્યા છે. ભારતની સરખામણીમાં વિદેશી બજાર આ મામલે ઘણા આગળ નીકળી ગયા છે. જ્યોર્જિયાની સૌથી જૂની અને દુર્લભ બેંક નોટની આ અઠવાડિયે હરાજી થવાની છે. આ નોટ માટે બિડિંગ 30,000 ડોલરથી શરૂ થશે. જાણકારોનું માનીએ તો આ બેંક નોટની એક લાખ ડોલરની સુધીમાં હરાજી રકમ બોલાઈ શકે છે.
એક કરોડ ડોલરમાં વેચાયો હતો એક ડોલરનો સિક્કો
જો સિક્કા અને બેંક નોટના બજારની વાત કરીએ તો 1794નો એક ડોલરનો એક સિક્કો 2013માં એક કરોડ ડોલરમાં વેચાયો હતો. જ્યારે 1891ની 1000 ડોલરની નોટ એપ્રિલ 2013માં 25 લાખ ડોલરમાં વેચાઈ હતી. ભારતીય કરન્સીની વાત કરીએ તો તેમની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ ભારતની દુર્લભ કરન્સી પર નજર રાખનારી વેબસાઈટનું માનીએ તો 1970ની એક 100 રૂપિયાની નોટની કિંમત 15થી 20,000 રૂપિયા હોઈ શકે છે. જ્યારે 1964માં છપાયેલી એક રૂપિયાની નોટની કિંમત તો તેના કરતા પણ વધુ અંકાઈ છે.
કઈ નોટ પર નજર રાખવી
જાણકારોના જણાવ્યાં મુજબ બજારમાં બે પ્રકારની નોટ કે સિક્કા માટે વધુ કિંમત અપાય છે. પહેલી એવી કે જો તે દુર્લભ હોય અને તે નોટના નંબરોમાં કઈંક યુનિકનેસ હોય. રૂપિયાની નોટ દુર્લભ બનવાથી સ્પષ્ટ છે કે તે નોટ ક્યાંય બીજે સરળતાથી ઉપલબ્ધ થતી નહીં હોય. આવી નોટોની કિંમત લાખોમાં આવી શકે છે. બીજી જો યુનિક નંબર કોઈ ખાસ ડેટ કે સિરીઝ નંબર સાથે મેચ કરતા હોય તો તે નોટની કિંમત પણ વધુ હોઈ શકે છે.
ખાસ થીમ પર છપાય છે નોટ
નોટ પણ એક ખાસ થીમ પર છપાય છે. અનેકવાર આવી ખાસ એચીવમેન્ટને દર્શાવતી નોટ છપાય છે. સંગ્રહકર્તાઓ આ પ્રકારની થીમ આધારિત નોટોના સંપૂર્ણ કલેક્શનને લેવાનું પસંદ કરે છે. નોટની કિંમત થીમ કેટલી મહત્વપૂર્ણ હતી તેના પરથી નક્કી થાય છે. ગવર્નરના હસ્તાક્ષરના આધારે પણ નોટની કિંમત વધી શકે છે. જો કોઈ ગવર્નર ઓછા સમય માટે પોતાના પદ પર રહ્યો હોય તો તેના હસ્તાક્ષરવાળી નોટની કિંમત વધી જાય છે.
સૌથી મોંઘી વેચાય છે 'સ્ટાર' નોટ
આ પ્રકારની નોટ સૌથી મોંઘી વેચાય છે. ઓનલાઈન સાઈટ પર 1988માં છપાયેલી 10 રૂપિયાની નોટ પર છાપકામમાં ભૂલ હતી. જેના કારણે આ નોટ ખુબ યુનિક બની ગઈ. સ્ટાર નોટ એટલે કે એ નોટ કે જે કોઈ છાપકામમાં થયેલી ભૂલવાળી નોટની જગ્યાએ બંડલમાં રાખવામાં આવતી હોય છે. આવી નોટની પણ ખુબ ડિમાન્ડ છે. આ નોટને સ્ટાર નોટ કહે છે કારણ કે તેમાં નંબરની સાથે સ્ટાર લાગેલો હોય છે. આ નોટની અસલ કિંમત હરાજી દરમિયાન જ ખબર પડે છે.
કેવી રીતે મળી શકે ખાસ નોટની કિંમત
ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ઈબે આવી દુર્લભ નોટોને વેચવાનારા લોકો માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. તમે વેબસાઈટ પર તમારા યુનિક નોટની તસવીર જરૂરી જાણકારી સાથે અપલોડ કરી શકો છો. જો કે કરન્સી અસલ છે કે નહીં તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. જ્યારે કરન્સી સારી કંડિશનમાં પણ હોવી જોઈએ એટલે કો નોટ ગળેલી કે ફાટેલી હોવી જોઈએ નહીં. સારી કંડિશનમાં રહેલી નોટની તમને કિંમત પણ સારી મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે