ગણી ગણીને રોટલી બનાવવાની આદત હોય તો છોડી દેજો, ઘરમાં ભયંકર પરિણામ ભોગવવા પડશે
vastu tips for Roti : ક્યારેય ગણતરી કરીને ન બનાવવી જોઇએ રોટલી!, નુકસાન ભોગવવાનો વારો આવશે!
Trending Photos
Vastu Tips For Cooking : હિન્દુ ધર્મમાં દરેક કાર્ય પાછળ ધાર્મિક કારણની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા હોય છે. એવી જ રીતે રોટલી બનાવવા માટે કેટલાક નિયમો છે. જે જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે. એવા રસપ્રદ નિયમો વિશે આ વીડિયોમાં અમે તમને જણાવીશું.
પહેલાના જમાનમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાય અને કૂતરા માટે બનતી હતી. જો કે, આ પ્રથા આજની તારીખે પણ ઘણા ઘરોમાં ચાલી આવે છે. તે સમયે મહેમાન માટે બે રોટલી બનાવવાનું નક્કી હતું પરંતુ આજના સમયમાં આ પરંપરાનો અંત આવી ગયો છે.
રોટલીના ધાર્મિક કારણની વાત કરીએ તો રોટલીનો સંબંધ સૂર્ય અને મંગળ સાથે હોવાનું માનવામાં આવે છે જ્યારે વાસી લોટનો સંબંધ રાહુ સાથે હોવાનું કહેવાય છે. જો તમે વાસી લોટમાંથી રોટલી બનાવો છો તો કૂતરાને ખવડાવવી જોઇએ.
ગણતરી કરીને રોટલી બનાવવાથી મંગળ અને સૂર્ય ગ્રહો નબળા પડે છે. સાથે જ રાહુનો દુષ્પ્રભાવ જીવન પર હાવી થાય છે. એટલા માટે ગણતરી કરીને રોટલી બનાવવાની મનાઇ કરવામાં આવી છે. જો તમારાથી વધુ રોટલી બની જાય તો તેને ફેંકી દેવાને બદલે પશુ અથવા પક્ષીઓને રોટલી ખવડાવી જોઇએ.
આજના સમયમાં એવું થાય છે કે, ગણતરી પ્રમાણે રોટલી બનાવવામાં આવે છે અને બાકીનો લોટ રેફ્રિજરેટરમાં સ્ટોર કરવામાં આવે છે.
આ બચેલા લોટમાં થોડા ઘણા અંશે બેક્ટેરિયા ઉત્પન થાય છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાનિકારક છે. એટલા માટે વાસી લોટમાંથી ક્યારેય પણ રોટલી ન બનાવવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે