બુદ્ધ પૂર્ણિમા પર વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, 3 રાશિનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી, પ્રમોશન, ધન લાભ થશે

chandra grahan 2023 zodiac effects: 20 એપ્રિલે વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણ બાદ હવે મે મહિનામાં વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ ગ્રહણની અસર દરેક જાતકો પર પડવાની છે. પરંતુ કેટલીક રાશિના જાતકોને ચંદ્રગ્રહણનો વિશેષ લાભ મળશે. 

બુદ્ધ પૂર્ણિમા પર વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, 3 રાશિનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી, પ્રમોશન, ધન લાભ થશે

નવી દિલ્હીઃ આ વર્ષે 5 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે, જેના કારણે તેમાં સુતક કાળ નહીં હોય. જો કે, ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે, જેમાં ઘણા પ્રકારના કામો પ્રતિબંધિત છે. બુદ્ધ પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ રાત્રે 08:45 વાગ્યે શરૂ થશે અને તે રાત્રે 01:00 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. કેટલાક માટે તે શુભ અને ફળદાયી રહેશે તો કેટલાક માટે તે અશુભ અને ફળદાયી બની શકે છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 રાશિના જાતકોને વિશેષ લાભ આપવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણની શુભ અસર કઈ રાશિઓ પર થશે અને તેના શું ફાયદા થશે?

ચંદ્રગ્રહણ 2023નો સકારાત્મક પ્રભાવ
મિથુનઃ
વર્ષ 2023નું પ્રથમ ચંદ્ર ગ્રહણ તમારી રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે, તેને સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસ કરતા વેપારીઓને નફો કમાવાની તક મળશે. 

તમારા પર ભાગ્ય મહેરબાન રહેશે. તમને વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે. જે તમારા માટે લાભદાયી સિદ્ધ થઈ શકે છે. આ સિવાય જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે, તેના માટે અનુકૂળ સમય છે. તેને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. 

સિંહઃ ચંદ્ર ગ્રહણ તમારા માટે પણ સકારાત્મક પરિણામ આપી શકે છે. જો કોઈ નવી યોજનાનો પ્રારંભ કરવા ઈચ્છો છો તો તેમાં તમને સફળતા મળશે. આ સમયે પૂજા પાઠ અને આધ્યાત્મમાં મન લાગશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. 

જો કોઈ સંપત્તિ કે અન્ય કોઈ કેસ ચાલી રહ્યો છે તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પરંતુ વાદ વિવાદથી બચવું જોઈએ. જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, તે મહેનત કરે, સફળતા મળી શકે છે. 

મકરઃ ચંદ્ર ગ્રહણ તમારા ધન અને સંપત્તિમાં વધારો કરી શકે છે. આ સમયે તમે કોઈ નવી ગાડી કે વાહન ખરીદી શકો છો. જો નવો બિઝનેશ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય સારો છે. આ સમયમાં તમને લાભ મળી શકે છે. 

નોકરી કરનાર જાતકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. તમને કરિયરમાં આગળ વધવાની તક મળશે. તમારા કામની પ્રશંસા થશે. તમને અચાનક ધન લાભ થઈ શકે છે. તમારા જૂના અટવાયેલા નાણા તમને પરત મળી શકે છે. તેનાથી તમે ખુશ થશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news