PM મોદી વિરૂદ્ધ બોલવાનો મતલબ ભારત માતા વિરૂદ્ધ બોલવું: શુવેન્દુ અધિકારી

પશ્ચિમ બંગાળની (West Bengal) ચૂંટણીમાં જીત માટે ભાજપ મમતાના ગઢની ઘેરાબંધી કરવામાં લાગી છે. જ્યારે TMC જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી ભાજપને હરાવવાનો દાવો કરી રહી છે

PM મોદી વિરૂદ્ધ બોલવાનો મતલબ ભારત માતા વિરૂદ્ધ બોલવું: શુવેન્દુ અધિકારી

કોલકાતા: પશ્ચિમ બંગાળની (West Bengal) ચૂંટણીમાં જીત માટે ભાજપ મમતાના ગઢની ઘેરાબંધી કરવામાં લાગી છે. જ્યારે TMC જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી ભાજપને હરાવવાનો દાવો કરી રહી છે. આ વચ્ચે TMC સુપ્રીમો મમતા બેનર્જીએ (Mamata Banerjee) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધતા આકરો કટાક્ષ કર્યો, જેનો ભાજપ નેતા શુવેન્દુ અધિકારીએ (Shuvendu Adhikari) સણસણતો જવાબ આપ્યો.

મમતાએ PM પર સાધ્યું નિશાન
પૂર્વ મિદનાપુરમાં એક રેલી સંબોધન દરમિયાન TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપને બાય બાય. અમે ભાજપને નથી ઇચ્છતા, અમે મોદીનો ચહેરો જોવા નથી માંગતા. અમે દંગા, લૂટ, દુર્યોધન, દુશાસન અને મીર ઝાફર પણ નથી ઇચ્છતા.

— ANI (@ANI) March 19, 2021

શુવેન્દુ અધિકારીએ આપ્યો સણસણતો જવાબ
શુવેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) કહ્યું, 'તમારે કોરોના સામે પીએમ મોદીની રસી લેવી પડશે. તેઓ ચૂંટાયેલા પ્રધાનમંત્રી છે. તેમની વિરુદ્ધ બોલવાનો મતલબ ભારત માતા અને લોકશાહી વિરુદ્ધ બોલવાનો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કોરોના રસી (Corona Vaccine) નથી, તેથી તમારે ફક્ત પીએમ મોદીની રસી લેવી પડશે.

બંગાળમાં 8 તબક્કામાં યોજાશે ચૂંટણી
પશ્ચિમ બંગાળની (West Bengal Assembly Election 2021) 294 વિધાનસભા બેઠકો પર 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કો 27 માર્ચ, બીજો તબક્કો 1 એપ્રિલ, ત્રીજો તબક્કો 6 એપ્રિલ, ચોથો તબક્કો 10 એપ્રિલ, પાંચમો તબક્કો 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કા 22 એપ્રિલ, સાતમો તબક્કો 26 એપ્રિલ અને આઠમો તબક્કો 29 એપ્રિલના યોજાશે. આ દરમિયાન નિવૃત્ત પોલીસ અધિકારી વિવેક દુબે અને એમ.કે. દાસને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 2016 માં 77,413 ચૂંટણી કેન્દ્રો હતા, જ્યારે આ વખતે 1,01,916 ચૂંટણી કેન્દ્રો હશે. પરિણામ 2 મેના રોજ આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news