West Bengal Election: કેન્દ્રીય મંત્રીના રોડ-શોમાં BJPના કાર્યકર્તાઓ પર પથ્થરમારો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાઓનો પીછો કર્યો ત્યારબાદ તે પાસેની ગલીઓમાં ભાગી ગયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓએ કેટલીક બાઈકો અને દુકાનોમાં તોડફોડ કરી હતી.

West Bengal Election: કેન્દ્રીય મંત્રીના રોડ-શોમાં  BJPના કાર્યકર્તાઓ પર પથ્થરમારો

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પહેલા હલચલ તેજ થઈ ગઈ છે. સોમવારે કોલકત્તામાં કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરીના રોડશોમાં કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાઓ પર ઈંટ અને પથ્થર ફેંક્યા હતા. આ લોકોના હાથમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઝંડા હતા. હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. આ રોડ-શોમાં પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ (Bengal BJP president Dilip Ghosh) અને હાલમાં ભાજપમાં સામેલ થયેલા સુવેંદુ અધિકારી હાજર હતા. સ્થળ પર તણાવ વચ્ચે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત હતા. 

જાણકારી પ્રમાણે સાઉથ કોલકત્તાના રાસબિહારી એવેન્યૂ અને ચારૂ માર્કેટ વિસ્તારમાં ભાજપનો રોડ શો હતો. ટોલીગંજ ટ્રોમ ડિપોથી શરૂ થયેલા રોડ-શોને રાસબિહારી એવેન્યૂ સુધી જવાનું હતું. જાણવા મળી રહ્યું છે કે આ વિસ્તાર મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસથી ખુબ નજીક છે. અચાનક અહીં ટીએમસીનો ઝંડા હાથમાં લઈ કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાઓ પર ઈંટ અને પથ્થરથી હુમલો કરી દીધો હતો. ભાજપના કાર્યકર્તાઓએ કેટલાક હુમલાખોરોને પકડીને માર માર્યો હતો. આ ઘટના બાદ ત્યાં ભારે તણાવનો માહોલ છે. 

— ANI (@ANI) January 18, 2021

ભાજપના કાર્યકર્તાઓએ દુકાનોમાં કરી તોડફોડઃ પોલીસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાઓનો પીછો કર્યો ત્યારબાદ તે પાસેની ગલીઓમાં ભાગી ગયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓએ કેટલીક બાઈકો અને દુકાનોમાં તોડફોડ કરી હતી. સ્થિતિ પર નિયંત્રણ માટે પોલીસ ત્યાં મોકલવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મંત્રી અરૂપ બિસ્વાસ પણ ત્યાં પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. 

બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છેઃ અધિકારી
ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ જણાવ્યુ કે, આ રેલીનું આયોજન કરવા માટે પોલીસ પાસે મંજૂરી લેવામાં આવી હતી. તેમ છતાં કેટલાક લોકો અહીં પથ્થર ફેંકતા જોવા મળ્યા છે. તેની આ રણનીતિ કામ નહીં આવે કારણ કે બંગાળની જનતા અમારી સાથે છે અને તે રાજ્યમાં પરિવર્તન ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સુવેંદુ અધિકારીના વિધાનસભા ક્ષેત્ર નંદીગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી એક રેલી કરવા પહોંચ્યા હતા. તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાની પરંપરાગત ભવીનીપુર સીટ સિવાય નંદીગ્રામથી ચૂંટણી લડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news