તિરુપતિ મંદિરમાં કેવી રીતે બને છે પ્રસાદ? એક લાડુની કિંમત કેટલી? કેટલી થાય છે કમાણી

તિરુપતિ બાલાજી મંદિરમાં અપાતા પ્રસાદમાં વપરાતા ઘી બાબતે વિવાદ થયો છે. ત્યારે આ પ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે અને એક લાડુની કિંમત કેટલી હોય છે તથા મંદિર ટ્રસ્ટને પ્રસાદમથી કેટલીક કમાણી થાય છે તે જાણો. 

તિરુપતિ મંદિરમાં કેવી રીતે બને છે પ્રસાદ? એક લાડુની કિંમત કેટલી? કેટલી થાય છે કમાણી

તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમ અંગે મહાસંગ્રામ છેડાયેલો છે. એક બાજુ આવા ગંભીર આરોપો બાદ સંત સમાજ ખુબ ગુસ્સામાં છે તો બાલાજીમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓને પણ આઘાત લાગ્યો છે. તેમને વિશ્વાસ જ નથી થતો કે આખરે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં આવી ભેળસેળ કઈ રીતે થઈ શકે. બાલાજીના મંદિરમાં અપાતા લાડુના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ ભેળવેલું હોવાના સમાચાર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. કારણ કે સીએમ ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ ગુજરાતની લેબોરેટરી રિપોર્ટમાં પણ એ વાતની જાણકારી અપાઈ છે કે લાડુના પ્રસાદમાં પશુ ચરબી અને માછલીના તેલના અંશ મળ્યા છે. ચાલો ત્યારે જાણીએ કે આખરે આ તિરુપતિ બાલાજીનો પ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે. 

કેવી રીતે બને છે પ્રસાદ
તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદમ મંદિરની અંદર પોટુમાં તૈયાર થાય છે. જેમાં બેસન, ખાંડ, શુદ્ધ દેશી ઘી સહિત અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે. દરેક બેચમાં લગભગ 5100 લાડુ તૈયાર થાય છે અને એક દિવસમાં આશરે 3.5 લાખ લાડુ બને છે. આ સિવાય કલ્યાણોત્સવમ લાડુ પણ બને છે. આ બધા માટે સર્વોચ્ચ ગુણવત્તાવાળું ગાયનું ઘી ઉપયોગમાં લેવાવું જોઈએ. 

એક લાડુની કિંમત કેટલી
તિરુમાલા મંદિરમાં ત્રણ પ્રકારના લાડુ મળે છે. લગભગ 40  ગ્રામ વજનવાળા નાના લાડુ દરશન કરીને મંદિરની બહાર આવતા દરેક ભક્તને પ્રસાદ તરીકે વિના મૂલ્યે અપાય છે. 175 ગ્રામ વજનવાળો મધ્ય આકારના લાડુની કિંમત પ્રતિ લાડુ 50 રૂપિયા છે. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ દ્વારા વિશેષ લાડુ તૈયાર કરાય છે જે 15 દિવસ  સુધી ફ્રેશ રહે છે. લાડુને નવી પેકેજિંગ ટેક્નોલોજીથી પેક કરાય છે. આથી ભક્તો લાંબા સમય સુધી રાખી શકે છે. ઓટોમેટિક મશીનોથી પેકિંગ કરાય છે અને પેકેજિંગનો ખર્ચો પ્રતિ પેકેટ 0.50 પૈસા થાય છે. 

દર્શન વગર પણ મળે પ્રસાદ?
તિરુમાલા બાલાજી મંદિર નજીક જ તિરુમાલા વેસ્ટ માડા રોડ પર ટીટીડી લાડુ  કાઉન્ટર છે. તમે વેસ્ટ માડા સ્ટ્રીટ સ્થિત ટીટીડી  લાડુ  કાઉન્ટરમાં લાડુની કિંમત ચૂકવીને વધારાના લાડુ લઈ શકો છો. શું દર્શન વગર પણ તિરુપતિ લાડુ મેળવી શકાય? તમે તિરુમાલામાં ટીટીડી લાડુ  કાઉન્ટરમાં સીધા પૈસા ચૂકવીને ગમે તેટલા લાડુ લઈ શકો છો. અહીં મધ્યમ આકારના લાડુની કિંમત 50 રૂપિયા અને મોટા લાડુનો ભાવ 200 રૂપિયા પ્રતિ લાડુ હોય છે. 

પ્રસાદથી કમાણી કેટલી
અત્રે જણાવવાનું કે ભારતના ટોપ 8 મંદિરોમાં તિરુપતિ બાલાજી મંદિર સૌથી અમીર મંદિર છે. તિરુપતિ બાલાજી ટ્રસ્ટને કમાણીનો મોટો ભાગ પ્રસાદથી જ થાય છે. ટ્રસ્ટ પાસે પ્રસાદ દ્વારા લગભગ 400-600 કરોડ રૂપિયા આવે છે. આસિવાય 338 કરોડ રૂપિયા દર્શન ટિકિટથી આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news