કાશ્મીરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ત્રણના મોત, હાઈએલર્ટ જારી

જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પૂરની જાહેરાત કરી દેવામાં આવી છે.

કાશ્મીરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ત્રણના મોત, હાઈએલર્ટ જારી

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના ઘણા વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદથી ઘણી નદીઓ ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગઈ છે. રાજ્યપાલે બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી. બીજીતરફ ઉત્તર ભારતમાં મૂશળધાર વરસાદના અનુમાનની સાથે ઘણા રાજ્યોમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી છુટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ઉત્તરની તરફ આગળ વધ્યું ચોમાસુ
શનિવારે ગુજરાત, કોંકણ, ગોવા જમ્મૂ કાશ્મીર અને મેઘાલયના તમામ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ મોનસૂનની સૌથી વધુ અસર રહેવાને કારણે અહીં સારો વરસાદ થયો. ત્યારબાદ બાદ ચોમાસુ ઉત્તરી ક્ષેત્ર તરફ વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત પૂર્વાનુમાન પ્રમાણે, એકથી 6 જુલાઈ સુધી ચોમાસાની સક્રિયતા હિમાલયના તરાઇ વિસ્તારમાં રહેશે. તેના કારણે પશ્ચિમી હિમાલયન ક્ષેત્રમાં જમ્મૂ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તથા ઉત્તર પ્રદેશના ઉત્તરી વિસ્તારના ઘણા સ્થાનો અને પંજાબ, હરિયાણા અને બિહારના કેટલાક વિસ્તારોમાં રવિવારથી મંગળવાર સુધી મૂશળધાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

3ના મોત, શાળાઓ રહેશે બંધ
જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પૂરની જાહેરાત કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રશાસને શનિવારે પૂર એલર્ટ જારી કરવાની સાથે હેલ્પલાઇન સ્થાપિત કરવી અને 12માં સુધી શાળા બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઘાટીના તમામ જિલ્લામાં પૂર નિયંત્રણ કક્ષ અને હેલ્પલાઇન સ્થાપિત કરી દેવામાં આવી છે. આ જગ્યાઓ પર સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ વ્યક્તિગત રૂપે રાહત અને બચાવ કાર્યની તૈયારીમાં લાગી ગયા છે. નિચાણવાળા વિસ્તાર અને પર્વતિય વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જળ સ્ત્રોતોની સામે ન જવાનું કહેવામાં આવ્યું છે. શ્રીનગર, અનંતનાગ, પુલવામા, કુલગામ અને અન્ય જગ્યાએ ઘણા નિચાણવાળા વિસ્તારના લોકોને પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. 

રાજધાનીમાં છુટોછવાયો વરસાદ
આ વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીમાં વાદળા છવાવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે ચાર જુલાઈથી દિલ્હી એનસીઆર વિસ્તારમાં આંશિક વાદળો છવાયેલા રહેવાની અને તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આશંકાને કારણે ગરમીમાં વધારો થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news