Unique Goat: સામાન્ય નથી આ બકરી, આની આગળ Luxury Car પણ લાગશે સસ્તી, જાણો શું છે ખાસિયત

Bakreed 2024: બકરીના માલિક જગમાલ રામે પોતાની બકરીની કિંમત 15 લાખ રૂપિયા મુકી છે. જગરામે જણાવ્યું કે બકરી ખરીદવા માટે ઘણા ગ્રાહકો 7-8 લાખ રૂપિયાની ઓફર કરી ચૂક્યા છે, પરંતુ તે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં પોતાની બકરીને વેચવા માટે તૈયાર નથી. 
 

Unique Goat: સામાન્ય નથી આ બકરી, આની આગળ Luxury Car પણ લાગશે સસ્તી, જાણો શું છે ખાસિયત

Goat Become Sensation: ભારત-પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં હાલમાં એક બકરી ચર્ચાનો વિષય બની છે. બકરીનું ચર્ચામાં રહેવાનું કારણ તેની કિંમત, જેને સાંભળીને ચોંકી જશો. રસપ્રદ વાત એ છે કે બકરીના માલિકે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં વેચવાની મનાઇ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે અનોખી બકરીને ખરીદવા માટે ગ્રાહકોએ અત્યાર સુધી બકરીના માલિકોને 7-8 લાખ રૂપિયા ઓફર કરી ચૂક્યા છે. 

શું છે 15 લાખ રૂપિયાવાળી બકરીની ખાસિયત
15 લાખ રૂપિયા કિંમતવાળા કાળા રંગવાળા આ અનોખી બકરીની ખાસિયતને લઇને દાવો કરવામાં આવ્યો છે કે તેના શરીરની બંને તરફ મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલા નામ અને ચિન્હ અંકિત છે, જેનો મુસ્લિમ ધર્મ સાથે ખાસ સંબંધ છે અને આ પ્રકારની બકરીઓને ઇદના દિવસે કુર્બાન કરવાનું ખાસ મહત્વ છે. આ અનોખી બકરી હાલ જિલ્લામાં ચર્ચનો વિષય બની ગઇ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં મુસ્લિમ ધર્મના સૌથી મોટા તહેવાર ઇદની ઉજવણી કરવામાં આવશે. ઇદના ખાસ અવસર પર બકરાનું ખાસ મહત્વ છે, જ્યારે મુસ્લિમ ધર્મને માનનાર અનોખી બકરીને કોઇપણ કિંમતે ખરીદવાનું ચૂકશે નહી. આ જ કારણ છે કે બકરીના માલિક જગરામે મુસ્લિમ પ્રતીકોવાળા અનોખા બકરાની કિંમત 15 લાખ રૂપિયા રાખી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈદની આસપાસ તેની કિંમત લાખો રૂપિયામાં હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news