જો આ બિમારી થશે તો થઇ જશો અંધ, લક્ષણો જાણવા છે જરૂરી

જેવી રીતે કેમેરામાં રેહલી ફિલ્મની તસવીર બને છે, તેવી જ રીતે આપણી આંખના પડદા પર તેની તસવીર બને છે. જ્યારે આંખનો પડદો ખરાબ થઇ જાય તો આંખની દ્રષ્ટી પણ જઇ શકે છે.

 જો આ બિમારી થશે તો થઇ જશો અંધ, લક્ષણો જાણવા છે જરૂરી

નવી દિલ્હી: વૃદ્ધ લોકોમાં રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોવાની સાથે ઉંમરને કારણે અનેક રોગ થવાની શક્યાતાઓ રહેલી છે. જેમાં સૌથી ગંભીર આંખોના રોગનો સમાવેશ થાય છે. કારણ કે આંખના નેત્રપટલના રોગ ઉમરની જોડે મેક્યુલર ડિજનરેશન(એએડી) નું સમય સાથે ઇલાજ વ કરવવાથી વૃદ્ધો અંધ પણ થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ પર લોકોએ જાણવું મહત્વનું છે, કે એએમડી ગ્રસ્ત દર્દીઓના માનસીક તણાવનું સ્તર સામાન્ય વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ગ્રસ્ત વૃદ્ધા કરતા ધણું વધારે હોય છે.

વૈજ્ઞાનિકોએ ઉંમર સાથે જોડાયેલા મેક્યુલર ડિજનરેશનથી જોડાયેલા તણાવ, વિઝ્યુઅલ ચેતવણી, કોમોર્બિડિટી અને ડિસેબિલિટી, અને ઉંમર સાથે જોડાયેલા મેક્યુલર ડિજનરેશનથી વિઝન પર પડનારી કાર્યક્ષમતાની તણાવની અસરોની દિશામા રિસર્ચ કરતા જાણવા મળ્યું કે આમાંથી મોટા ભાગના રોગીઓ માનસીક તણાવમાં છે.

એએમડીને સાધારણ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો, જે રીતે કેમેરામાં રહેલી ફિલ્મની તસવીરો બને છે, તેવી જ રીતે આપણી આંખોમાં રહેલા પડદા પર તસવીર બને છે. અને જો આંખોનો પડદો ખરાબ થઇ જાય તો દર્દી અંધ પણ થઇ શકે છે. આ બિમારીમાં આંખોના પડદાના વચ્ચેના ભાગમાં અસામાન્ય લોહીનું દબાણ થવા લાગે છે. જેનાથી સીધી અસર તમારી દ્રષ્ટી પર પડે છે, અને જેની સીધી અસર ઉંમર લાયક લોકોને સૌથી વધારે થાય છે.

આંખોના પડદાની વચ્ચેની જગ્યા પર નુકશાન થવાથી ફરી વાર તેને સારૂ કરવુ ખુબજ મુશ્કેલ છે. જેનાથી દુનિયાના લગભગ 8.7 ટકા લોકો અંધ થઇ જાય છે. એએમડી જેવી આંખોના પડદા સાથે જોડાયેલી બિમારી વધવાનું સૌથી મોટું કારણ બિમારીની જાણકારીનો અભાવ અને તેના લક્ષણો છે. જેનાથી વૃદ્ધોની આંખોની જોવાની ક્ષમતા સીધી પ્રભાવીત થાય છે.

આ બાબતે એઇમ્સના પૂર્વ ચીફ અને સિનીયર કંસ્લટંટ વિટરિયોરેટિનલ સર્જન ડૉ. રાજવર્ધન આઝાદ કહે છે, કે આ બિમારીઓ જેવી જ એએમડીમાં જાખુ અથવા તો કોઇ વસ્તુ જોતી સમયે આંખોમાં કાળા રંગના ધબ્બા દેખાવા તે તેના લક્ષણો છે. સીધી રીતે રેટિનલ બિમારીઓના લક્ષણોને જાણવા મુશ્કેલ છે. કારણ કે આ બિમારીમમાં દર્દીને કોઇ પણ પ્રકારનું દુખ કે પીડા થતી નથી કેમ કે એક આંખ ખરાબ થતા બીજી આંખ તેની કમીને પૂરી કરે છે. આ તો જ્યારે આંખની રોશની વધારે પડતી જતી રહે ત્યારે દર્દીને એક આંખ બંધ કરી જોવે ત્યારે આંખની સમસ્યા વિશે જાણવા મળે છે. એટલા માટે જ આ બિમારીના લક્ષણોને જાણવા જરૂરી છે. અને તેની ઓળખ કરી આ રોગના નિષ્ણાંત અંગે સલાહ લેવી જોઇએ.

આમતો ભારતમમાં આજકાલ આધુ્નિક ટૈકનોલોજી હોવાથી તેની મદદથી આંખોનો સારામાં સારો ઇલાજ કરાવી શકાય છે. અમુક કિસ્સાઓમાં તો જોવા મળ્યું છે, કે એએમડીનો ઇલાજ કરાવાથી રોગની ગતિને ધીમી અથવાતો રોકી શકાય છે. અને દેશમાં તેના ધણા બધાં વિકલ્પો ઉપલ્બ્ધ છે.
(ઇનપુટ-આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news