PM મોદીને આ 17 ઓફિસરો પર છે આંધળો વિશ્વાસ, જાણો કોણ કોણ છે એ...

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાની પસંદગીના ગુજરાત કેડરના અંદાજે દોઢ ડઝન જેટલા આઈએએસ ઓફિસરોને કેન્દ્રીય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને દિલ્હી બોલાવ્યા હતા. તેમાંથી કેટલાક પીએમઓ જેવી પાવરફુલ જગ્યાઓ પર તૈનાત છે, તો કેટલાક મહત્ત્વના વિભાગો પર તૈનાત કરાયા છે. માહિતી મુજબ, કેન્દ્ર સરકારમાં તૈનાત 492 આઈએએસ ઓફિસરોમાં 18 ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે, જે પ્રતિનિધિયુક્તિ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની સંખ્યા અંદાજે 4 ટકા જેટલી છે, પરંતુ જ્યાં પણ તેમને તૈનાત કરાયા છે, તે બધા જ મહત્વના પદ છે. આ 17 ઓફિસરોમાંથી ચાર પીએમઓમાં તૈનાત છે, જ્યારે કે ચાર ફાઈનાન્સ મંત્રાલય અને બે ગૃહ મંત્રાલયમાં મૂકાયા છે. 

PM મોદીને આ 17 ઓફિસરો પર છે આંધળો વિશ્વાસ, જાણો કોણ કોણ છે એ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાની પસંદગીના ગુજરાત કેડરના અંદાજે દોઢ ડઝન જેટલા આઈએએસ ઓફિસરોને કેન્દ્રીય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને દિલ્હી બોલાવ્યા હતા. તેમાંથી કેટલાક પીએમઓ જેવી પાવરફુલ જગ્યાઓ પર તૈનાત છે, તો કેટલાક મહત્ત્વના વિભાગો પર તૈનાત કરાયા છે. માહિતી મુજબ, કેન્દ્ર સરકારમાં તૈનાત 492 આઈએએસ ઓફિસરોમાં 18 ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે, જે પ્રતિનિધિયુક્તિ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની સંખ્યા અંદાજે 4 ટકા જેટલી છે, પરંતુ જ્યાં પણ તેમને તૈનાત કરાયા છે, તે બધા જ મહત્વના પદ છે. આ 17 ઓફિસરોમાંથી ચાર પીએમઓમાં તૈનાત છે, જ્યારે કે ચાર ફાઈનાન્સ મંત્રાલય અને બે ગૃહ મંત્રાલયમાં મૂકાયા છે. 

1. ગુજરાત કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા પીએમઓમાં અતિરિક્ત સચિવની જવાબદારી સંભાળી રહ્યાં છે. તેઓ પીએમઓમાં તૈનાત ગુજરાત કેડરના સૌથી વરિષ્ઠ અધિકારી છે.
2. 1996 બેચના ઓફિસર રાજીવ ટોપનો પીએમઓમાં ડાયરેક્ટર છે. 
3. 2004ની બેચના આઈએએસ ઓફિસર રાજેન્દ્ર કુમાર પીએમઓમાં ડાયરેક્ટર છે.
4. 2009 બેચના એસ.આર.ભાવસ્વર પીએમના ઓએસડી છે. 
5. 1972 બેચના રિટાયર્ડ આઈએએસ ઓફિસર પી.કે.મિશ્રા પીએમના અતિરિક્ત પ્રધાન સચિવ છે. મોદી સરકારે વર્ષ 2014માં તેમની તૈનાતી પાંચ વર્ષ માટે કરી હતી. આ પહેલા 2001થી 2004 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલી નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ હતા.
6. ગુજરાત કેડરના સૌથી વરિષ્ઠ અને 1981 બેચના આઈએએસ અધિકારી હસમુખ અઢિયા હાલ કેન્દ્રીય ફાઈનાન્સ સચિવ છે. 
7. ફાઈનાન્સ મંત્રાલયમાં આઈએએસ ઓફિસર અતુન ચક્રવર્તી ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગમાં સચિવ છે. 
8. અન્ય એક આઈએએસ ઓફિસર ગીરિશ ચંદ્ર મુર્મૂ ફાઈનાન્સ મંત્રાલયમાં રાજસ્વ વિભાગમાં સચિવ છે. 
9. ફાઈનાન્સ મંત્રાલયમાં એસ.અપર્ણા (1988 બેચ)ને અતિરિક્ત સચિવ બનાવાયા છે.
10. 1991 બેચના ઓફિસર વી.થીરુપુગ્ગા ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે.
11. 2003 બેચના ઓફિસર પ્રવીણભાઈ ખોડાભાઈ સોલંકી ગૃહ મંત્રાલયમાં સેસન્સ ઓપરેન્સમાં ડાયરેક્ટર છે.
12. અનિલ ગોપીશંકર મુકિમને (1985 બેચ) ખાણ સચિવ બનાવાયા છે.
13. 1986 બેચના ગુરુપ્રસાદ મોહાપાત્રાને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં અધ્યક્ષ બનાવાયા છે.
14. 1987 બેચની મહિલા ઓફિસર અનિતા કરવાલને સીબીએસઈના અધ્યક્ષ બનાવાયા છે.

આ ઉપરાંત પીએમ મોદીએ કેટલાક આઈપીએસ ઓફિસરોને પણ આવી જ રીતે કેન્દ્ર દિલ્હીમાં મહત્ત્વના પદો સોંપ્યા છે.
1. 1984 બેચના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાને સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવ્યા.
2. 1987 બેચના એ.કે.શર્મા તથા 1988 બેચના પ્રવીણ સિન્હાને પણ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટરનું પદ સોંપ્યું.

આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ થયું સસ્તુ
ઘણા લાંબા સમયથી આખરે જનતાને રાહતના સૌથી મોટા સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રાહત આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ 2.50 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલમાં કુલ 5 રૂપિયાની રાહત મળશે. કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીની જાહેરાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો...

આ પણ વાંચો : પર્યાવરણની સુરક્ષા ગંભીર મુદ્દો : PM મોદી
પર્યાવરણ સુરક્ષાને ગંભીર પડકાર ગણાવતા વડાપ્રધાન મોદીએ આ મુદ્દે જાગૃતતા લાવવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે, પર્યાવરણ સાથે જોડાયેલા વિષયો પર સંશોધન અને નવસંચારને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વડાપ્રધાન મોદીએ કેટલાક દૈનિક સમાચાર પત્રોમાં બુધવારે પ્રકાશિત થયેલા એક સ્તંભમાં કહ્યું છે કે લોકોને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો પર યથાસંભવ વાતચીત કરવા, લખવા તથા ચર્ચા કરવાની જરૂર છે. આખો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news