Corona ની ત્રીજી લહેર?, એક મહિનામાં એક જ જિલ્લામાંથી 8000થી વધુ બાળકો કોરોના સંક્રમિત, પ્રશાસનના હોશ ઉડ્યા

દેશ હજુ તો કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાંથી માંડ માંડ બહાર આવી રહ્યો હોય તેવું લાગે છે ત્યાં તો ત્રીજી લહેર (Third Wave) ના ભણકારા જોવા મળી રહ્યા છે.

Corona ની ત્રીજી લહેર?, એક મહિનામાં એક જ જિલ્લામાંથી 8000થી વધુ બાળકો કોરોના સંક્રમિત, પ્રશાસનના હોશ ઉડ્યા

નવી દિલ્હી: દેશ હજુ તો કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાંથી માંડ માંડ બહાર આવી રહ્યો હોય તેવું લાગે છે ત્યાં તો ત્રીજી લહેર (Third Wave) ના ભણકારા જોવા મળી રહ્યા છે. રાજસ્થાન પછી હવે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં અનેક બાળકો કોરોના સંક્રમિત થયા હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ગત મહિને જિલ્લામાં 8000થી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા. ત્યારબાદ હવે વહિવટીતંત્રના હોશ ઉડ્યા છે. અહેમદનગર (Ahmednagar) જિલ્લા કલેક્ટરે એક પોર્ટલ સાથે વાતચીતમાં જણાવ્યું કે 'એકલા મે મહિનામાં જ 8000 જેટલા બાળકો કોરોના પોઝિટિવ થયા. જે ચિંતાજનક છે.'

અત્રે જણાવવાનું કે વિશેષજ્ઞોએ કોરોના (Corona Third Wave) ની ત્રીજી લહેરની અસર બાળકો પર સૌથી વધુ પડી શકે તેવી આશંકા વ્યક્ત કરેલી છે. આ બાજુ મહારાષ્ટ્ર (Maharashtra) ની વાત કરીએ તો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. સાંગલી જિલ્લામાં બાળકો માટે ખાસ કોવિડ-19 વોર્ડ તૈયાર થઈ રહ્યા છે. હાલ 5 બાળકોની સારવાર પણ ચાલુ છે. 

ઈન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત ખબર મુજબ અહેમદનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ આઠ હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત થવાની સ્થિતિ પર ચિંતા જતાવી છે. સ્થાનિક વિધાયક એનસીપી નેતા સંગ્રામ જગતાપ પણ આ હાલાતથી ચિંતિત છે. તેમણે કહ્યું કે બીજી લહેર દરમિયાન બેડ અને ઓક્સિજનની કમી હતી આથી આપણે ત્રીજી લહેર દરમિયાન તેનાથી બચવા માટે તમામ જરૂરી પગલાં લેવાની જરૂર છે. પોતાને પણ પૂરેપૂરી રીતે તૈયાર કરવાની જરૂર છે. 

કુલ કોરોના સંક્રમિતોમાં 10 ટકા બાળકો
અહેમદનગરમાં હજારો બાળકો અને કિશોરો કોરોના પોઝિટિવ આવતા તમામ ચોંકી ગયા છે. જિલ્લાના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે 8000થી વધુ બાળકોના કોરોના સંક્રમિત થવું એ જિલ્લાના કુલ કોરોના કેસના લગભગ 10 ટકા છે. 

જુલાઈ કે ઓગસ્ટમાં ગણાવાયું હતું જોખમ
સ્થાનિક વિધાયક અને પ્રશાસનનું કહેવું છે કે તેમને આશા છે કે હાલાત જલદી કાબૂમાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જુલાઈના અંત કે ઓગસ્ટની શરૂઆતમાં સંભવિત ત્રીજી લહેરનું અનુમાન કરાયું હતું. તે પ્રમાણે તૈયારી થઈ રહી હતી. અચાનક મે મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત થયાનું જાણીને બધા ચોંકી ગયા છે. 

મહારાષ્ટ્રમાં 15 દિવસ લોકડાઉન લંબાવાયું
મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોનાનો હજુ પણ પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશમાં સૌથી વધુ કોરોના પીડિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉન 1 જૂને સમાપ્ત થઈ રહ્યું હતું, પરંતુ એકવાર ફરી 15 દિવસ માટે લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, આગામી 15 દિવસ સુધી લૉકડાઉન જારી રહેશે. આ સંબંધમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિના સંબંધમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જાણકારી પ્રમાણે આ બેઠકમાં લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news