Oxygen ની અછત ન રહે તે માટે જામનગરની હોસ્પિટલમાં 3 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે


  • દર કલાકે 10 હજાર લિટર ઓક્સિજન પેદા કરવાની કેપેસિટી

    આજે ઓક્સિજન પ્લાન્ટની કામગીરીને અપાયો આખરી ઓપ

    સમર્પણ હોસ્પિટલમાં સામાજિક સંસ્થાએ ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યો

    ​સામાજિક સંસ્થા ગુજરાતમાં 29 ઓક્સિજનના પ્લાન્ટ કાર્યરત કરશે

Trending Photos

Oxygen ની અછત ન રહે તે માટે જામનગરની હોસ્પિટલમાં 3 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે

ઝી બ્યૂરો, જામનગરઃ જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થવાનો છે. આ ઓક્સિજન પ્લાન્ટની કેપેસિટી દર 1 કલાકે 10 હજાર લિટર ઓક્સિજન પેદા કરવાની કેપેસિટી ધરાવે છે. નોંધનીય છેકે, VYO સંસ્થા રૂ.7 કરોડના ખર્ચે 29 ઓક્સિજનના પ્લાન્ટ સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરવાની છે.

આજરોજ ગુજરાતમાં કાર્યરત થનારા 9 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત સહિત જામનગર ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ સમર્પણ હોસ્પિટલમાં આપવામાં આવ્યો છે. જેની કામગીરી ચાલી રહી છે. અને બે-ત્રણ દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે.
29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે.

વધતા કોરોના સંક્રમણની ગંભીર અસરના દર્દીઓમાં અસામાન્ય વધારો જોતા ઓક્સિજનની અછત સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. સરકાર જ્યારે આ અછતને પહોંચી વળવા પ્રયાસ કરી રહી છે. ત્યારે એવા સમયમાં સરકારને સહયોગ રૂપ થવાના હેતુથી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં VYO દ્વારા 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી. જ્યારે આજરોજ સમર્પણ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ આવી ગયો અને પ્લાન્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને બે ત્રણ દિવસમાં પ્લાન્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. જેમાં ગુજરાતના અલગ અલગ જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં કાર્યરત કરવાનો પ્રયત્ન તેજ બન્યો છે.

જ્યારે આ ઓક્સિજન પ્લાન્ટની કેપેસિટી દર 1 કલાકે દસ હજાર લિટર જેટલી છે. અને એક મિનિટમાં 166 લિટર ઓક્સિજન કેપેસિટી ધરાવતો પ્લાન્ટ મુકવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જામનગરમાં સમર્પણ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવી રહ્યો છે. તેવું VYO આગેવાન વશરામભાઈ ચોવટીયા કૈલાશભાઈ રામોલિયા અને સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલા અને ભાયાભાઈ જણાવ્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટ દર્દીઓ માટે સંજીવની રૂપે મળી રહેશે અને દર્દીઓને ખુબ જ ઉપયોગી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news