દેશનાં 50 શહેરોમાં કોરોનાના સૌથી વધારે કેસ, નિયંત્રણ માટે કેન્દ્રએ બનાવી રણનીતિ

દેશાં વધી રહેલા કોરોના સંક્રમણના મુદ્દે મંગળવારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મહત્વપુર્મ બેઠક આયોજીત થઇ હતી. કોરોનાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની એક્સપર્ટ ટીમ રાજ્ય માટે મોકલવામાં આવશે તો સ્થાનિક તંત્રને મદદ મળશે.
દેશનાં 50 શહેરોમાં કોરોનાના સૌથી વધારે કેસ, નિયંત્રણ માટે કેન્દ્રએ બનાવી રણનીતિ

નવી દિલ્હી : દેશાં વધી રહેલા કોરોના સંક્રમણના મુદ્દે મંગળવારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મહત્વપુર્મ બેઠક આયોજીત થઇ હતી. કોરોનાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની એક્સપર્ટ ટીમ રાજ્ય માટે મોકલવામાં આવશે તો સ્થાનિક તંત્રને મદદ મળશે.

કેન્દ્ર સરકારે તે નગરી નિગમ-શહેરમાં જ્યાં કોરોના સંક્રમણના મુદ્દે ખુબ જ ઝડપથી સામે આવી રહ્યા છે. 50 ટીમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં થયો હતો. બેઠકમાં શહેરી વસ્તીમાં ઝડપથી વધી રહેલા સંક્રમણ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 15 રાજ્યોનાં આ 50 શહેરોમાં સૌથી વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. 

કેન્દ્ર સરકારની ટીમો એક્સપર્ટની સાથે તહેનાત હશે અને સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારના એડમિનિસ્ટ્રેશની સાથે તાલમેલ બનાવીને કામ કરશે. મહારાષ્ટ્રમાં 7 જિલ્લા શહેર દેશ માટે સૌથી વધારે પડકાર બની ચુક્યા છે. તેમાં સંક્રમણના વધારા કેસ સામે આવી રહ્યા છે. 

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં પણ સાથે શહેર જિલ્લા કોરોના સંક્રમણની દ્રષ્ટીએ મોટો પડકાર બની ચુક્યો છે. અહીં પણ કેન્દ્ર સરકારની એક્સપર્ટની ટીમ જશે. મહારાષ્ટ્ર અને તમિલનાડુનાં આ 14 શહેરો ઉફરાંત તેલંગાણાના ચાર રાજસ્થાનના 5, હરિયાણાના 4, અસમના 6, ગુજરનાં ત્રણ અને ઉતરાખંડનાં ત્રણ શહેરો, કર્ણાટકનાં ચાર, ઓરિસ્સા અને મધ્યપ્રદેશનાં પાંચ પાંચ શહેરો અથવા જિલ્લા, પશ્ચિમ બંગાળના 3, દિલ્હીનાં 3, બિહારનાં ચાર અને ઉત્તરપ્રદેશનાં ચાર સાથે જ ઓરિસ્સાનાં 5 જિલ્લાનો સમાવેશ થાય છે. 

આ 15 રાજ્યોનાં આ 50 શહેરોનાં નગરીય નિગમને કમર કસવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કેન્દ્ર સરકારની એક્સપર્ટ ટીમ ખભે ખભો મિલાવીને કામ કરશે. ઘટના સ્થળે જઇને સલાહ આપશે કે કઇ રીતે રણનીતિ અપનાવવી છે. જેના કારણે સંક્રમણને સો ટકા અટકાવી શકાય. આ સાથે જ આ 50 શહેરો જિલ્લામાં એડમિનિસ્ટ્રેશનને કેન્દ્ર સરકારનાં સતત સંપર્કોમાં રહેવાને કહેવાયું છે. કેન્દ્ર સરકારની નવી ટીમો પહેલાથી રાજ્ય સંઘ શાસિત પ્રદેશોનાં એડમિનિસ્ટ્રેશની સાથે તાલમેલ બનાવીને સહયોગ કરી રહ્યા છે અને પ્લાનિંગમાં પણ મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news