કૃષિ કાયદો પરત નહીં લે સરકાર, હવે 4 જાન્યુઆરીએ ફરી બેઠક, યથાવત રહેશે આંદોલન

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની યોજાયેલી વાતચીતમાં કોઈ પરિણામ નિકળી શક્યું નથી. 
 

કૃષિ કાયદો પરત નહીં લે સરકાર, હવે 4 જાન્યુઆરીએ ફરી બેઠક, યથાવત રહેશે આંદોલન

નવી દિલ્હીઃ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની યોજાયેલી વાતચીતમાં કોઈ પરિણામ નિકળી શક્યું નથી. હવે સરકાર અને કિસાનો વચ્ચે 4 જાન્યુઆરીએ ફરી બેઠક યોજાવાની છે. ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારે કિસાન નેતાઓને કહ્યું કે, ત્રણ કૃષિ કાયદા વિશે કિસાનોની માંગ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી શકાય છે. 

કિસાન-સરકાર વચ્ચે બેઠક સમાપ્ત
કિસાન અને સરકાર વચ્ચે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠક આશરે પાંચ કલાક ચાલી હતી. સરકારે કિસાનોને કહ્યું કે, કાયદો બનાવવા અને પરત લેવાની એક લાંબી પ્રક્રિયા હોય છે. સરકારનો ઈરાદો કાયદો પરત લેવાનો નથી. હવે ફરી ચાર જાન્યુઆરીએ બેઠક યોજાશે. કિસાનો પણ પોતાનું આંદોલન યથાવત રાખશે. 

— ANI (@ANI) December 30, 2020

બેઠક બાદ શું બોલ્યા કૃષિમંત્રી
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કિસાનોના બે મુદ્દા પર માંગોને મંજૂર કરી લેવામાં આવી છે. આ સાથે એમએસપી પર લેખિતમાં બાંહેધરી આપવામાં આવશે. પરંતુ આજની બેઠક બાદ પણ કિસાન નેતા સંપૂર્ણ રીતે સહમત જોવા મળી રહ્યાં નથી. તેઓ સરકાર તરફથી કમિટી બનાવવાના પ્રસ્તાવનો સતત વિરોધ કરી રહ્યાં છે. 

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કિસાનોએ ચાર પ્રસ્તાવ રાખ્યા હતા, જેમાં બે પર સહમતિ બની છે. પર્યાવરણ સંબંધિત અધ્યાદેશ પર સહમતિ બની છે. એમેસપી પર કાયદાને લઈને ચર્ચા જારી છે. અમે એમએસપી પર લેખિતમાં આશ્વાસન આપવા માટે તૈયાર છીએ. એમએસપી યથાવત રહેશે. વીજળીના બિલને લઈને સહમતિ બની છે. પરાલીના મુદ્દા પર સહમતિ બની છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મુદ્દા પર કિસાન-સરકાર વચ્ચે 50 ટકા સહમતિ બની છે. કિસાનો માટે સન્માન અને સંવેદના છે. આશા છે કે કિસાન અને સરકાર વચ્ચે સહમતિ બનશે. સમિતિ બનાવવા માટે સરકાર પ્રથમ દિવસથી તૈયાર છે. 

કૃષિ કાયદો રદ્દ નહીં થાય!
મહત્વનું છે કે આજે બપોરે 2 કલાક 25 મિનિટ પર શરૂ થયેલી બેઠક સાંજે 7.15 કલાક સુધી ચાલી હતી. કિસાન નેતાઓએ કહ્યું કે, અમે જે વાત તમારી સામે રાખી હતી. તેના પર એક-એક કરીને સરકારનું વલણ જાણવા ઈચ્છીએ છીએ. બેઠક દરમિયાન સરકારે તે પણ કહ્યું કે, જ્યાં સુધી કિસાન પ્રદર્શનકારી આંદોલન પરત લેવાનો નિર્ણય ન કરે, ત્યાં સુધી સરકાર કોઈપણ સુધારને લઈને આશ્વાસન ન આપી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news