વિચિત્ર કિસ્સો: જીવતા યુવકનું મૃત્યુનું પ્રમાણપત્ર સ્વર્ગીય પિતા પાસેથી લઈ આવી પોલીસ!

કાગળમાં મૃત પરંતુ હકીકતમાં જીવતા વ્યક્તિને સામે જોઈને કોર્ટમાં રહેલા તમામ લોકો ચોંકી ગયા. કોર્ટના જજે પણ આ મામલે છેતરપિંડી  અંતર્ગત તપાસના આદેશ આપ્યા.

વિચિત્ર કિસ્સો: જીવતા યુવકનું મૃત્યુનું પ્રમાણપત્ર સ્વર્ગીય પિતા પાસેથી લઈ આવી પોલીસ!

નવી દિલ્લી: કેટલીક ઘટના એવી હોય છે જેના પર તમે પણ વિશ્વાસ કરી શકતા નથી. આવી જ એક ઘટના હાલમાં દિલ્લીની હાઈકોર્ટમાં સામે આવી છે. આ મામલામાં પોલીસ એક જીવતા વ્યક્તિનું પ્રમાણપત્ર લઈને આવી અને તે પણ તેના પિતા પાસેથી. જેમને ગુજરી ગયા તેના 20 વર્ષથી વધારે સમય પસાર થઈ ચૂક્યો હતો. 

પોલીસે જેનું ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યુ તે તો જીવતો નીકળ્યો:
મંગળવારે પટિયાલા હાઉસમાં હરજ્યોત સિંહ ભલ્લાની કોર્ટમાં રોડ અકસ્માતના એક મામલાની સુનાવણી ચાલી રહી હતી. મામલામાં પોલીસે જે વ્યક્તિનું મૃત્યુનું પ્રમાણપત્ર કોર્ટના રેકોર્ડમાં લગાવ્યું હતું જે પોતે કોર્ટરૂમમાં ઉભો હતો. આ વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ પણ કોર્ટમાં રજૂ કર્યુ અને પોતાના જીવતા હોવાની વાત કહી. આ કેસમાં પોલીસે કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કરતાં નરેન્દ્ર કુમાર નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. કોર્ટે આ મામલામાં છેતરપિંડી અંતર્ગત કેસની તપાસના આદેશ દિલ્લી પોલીસ અધિકારીને આપ્યા. 

પોલીસ પર ખોટા દસ્તાવેજ દાખલ કરવાનો આરોપ:
કોર્ટના કાગળમાં મૃત પરંતુ હકીકતમાં જીવતા વ્યક્તિને સામે જોઈને કોર્ટમાં રહેલા તમામ લોકો ચોંકી ગયા. કોર્ટે કેન્ટ પોલીસ સ્ટેશનના અધિકારીને પૂછ્યું કે તેમને આ ડેથ સર્ટિફિકેટ ક્યાંથી મળ્યું?. તેના પર પોલીસે કહ્યું કે મૃતકના પિતાએ તેમને આ સર્ટિફિકેટ આપ્યું હતું. જ્યારે આ વ્યક્તિનું કહેવું છે કે તેના પિતાનું વર્ષ 1998માં મૃત્યુ થયું છે. આ દુર્ઘટના 2019ની છે. પછી પિતા ડેથ સર્ટિફિકેટ કેવી રીતે આપી શકે.

દસ્તાવેજ ખોટા રજૂ કરવાનો આરોપ:
નરેન્દ્ર કુમારે કોર્ટમાં કહ્યું કે પોલીસે તેના મૃત્યુ સંબંધી ખોટા દસ્તાવેજ દાખલ કર્યા છે. આ વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ પણ ન્યાયાધીશ સામે રજૂ કર્યુ. તેમાં પિતાનું નામ અને અન્ય જાણકારી પણ હતી.

વળતર આપવા પર રોક લગાવી:
કોર્ટે આ તથ્ય સામે આવ્યા પછી આદેશ આપ્યો કે નરેન્દ્ર કુમાર અને તેમની માતાના મૃત્યુને લઈે જો કોઈપણ પક્ષકાર દ્વારા વળતર માટે દાવો કરવામાં આવે તો વળતરની રકમ આપવામાં આવે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news