આઘાતજનક...તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના મંચથી દેશના લોકોને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ ઘરમાંથી બહાર ન નીકળે. કોરોના સામેના યુદ્ધમાં સરકારની મદદ કરે. પરંતુ આમ છતાં કેટલાક લોકોએ ધર્મ પ્રચાર પ્રસારના બહાને આખા દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની કોશિશ કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના મંચથી દેશના લોકોને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ ઘરમાંથી બહાર ન નીકળે. કોરોના સામેના યુદ્ધમાં સરકારની મદદ કરે. પરંતુ આમ છતાં કેટલાક લોકોએ ધર્મ પ્રચાર પ્રસારના બહાને આખા દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની કોશિશ કરી છે. તબલિગી જમાતના સંમેલનો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં થયા જેણે કોરોનાને ફેલાવવાનું કામ કર્યું.
ભારતમાં જમાતે અનેક ભાગોમાં કોરોના ફેલાવ્યો
તબલિગી જમાતે ભયંકર ગુનો કર્યો છે અને રાષ્ટ્રહિત વિરુદ્ધ લોકડાઉનના નિયમ તોડીને પોતાની છીછરી હરકકત દ્વારા આખા દેશમાં કોરોના ફેલાવવાનું ષડયંત્ર રચ્યું છે. 13થી 15 માર્ચ 2020 વચ્ચે તબલિગી જમાતના નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા સંમેલનમાં સામેલ બે હજાર લોકોએ જેમાંથી 800 લોકો વિદેશથી આવ્યાં હતાં, દેશના અનેક ભાગોમાં કોરોનાવાયરસ ફેલાવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં તબલિગી જમાતે બીજા અઆન્ય દેશોમાં પણ પોતાના સંમેલનોના માધ્યમોથી મહામારી ફેલાવી છે.
મલેશિયાથી ફેલાયો છ દેશોમાં ચેપ
મલેશિયામાં જમાતના સંમેલનથી 6 દેશોમાં કોરોના ફેલાયો. પાકિસ્તાનની જ જેમ મલેશિયાએ પણ જમાતનું એક સંમેલન આયોજિત કર્યું હતું. જેમાં 16000 લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ મલેશિયામાં 620 કોરોનાના દર્દીઓ એવા મળ્યાં કે જેમણે આ સંમેલનમાં ભાગ લીધો હતો.
તપાસના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ સંમેલનમાં ભાગ લેનારા લોકોએ બ્રુનેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત કુલ છ દેશોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવ્યો. આ જ કારણે એવું તારણ નિકળ્યું છે કે તબલિગી જમાત સમગ્ર એશિયામાં કોરોના ફેલાવવાનું કારણ બની છે.
જુઓ LIVE TV
પાકિસ્તાનમાં સંમેલન કર્યું અને અનેક દેશોને સંક્રમિત કર્યાં
આ તબલિગી જમાતે પાકિસ્તાનની રાજધાની લાહોરમાં સંમેલન કરીને અનેક દેશોમાં આ કોરોનાની મહામારી ફેલાવી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ લાહોરમાં 11 માર્ચથી 15 માર્ચ સુધી તબલિગી જમાતે એક મોટા જલસાનું આયોજન કર્યું હતું જેમાં અઢી લાખથી વધુ લોકો સામેલ થયા હતાં. ત્યારબાદ હવે પાકિસ્તાનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દોઢ હજારને પાર થઈ ગઈ છે.
એવી માહિતી મળી છે કે પાકિસ્તાનના તબલિગી જમાતના ધાર્મિક મેળાવડામાં ભાગ લઈને પાછા ફરેલા બે પેલેસ્ટાઈનવાસીઓમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો. એટલું જ નહીં ટ્યૂનિશિયા, કુવૈતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના તાર જમાતના લાહોર સંમેલન સાથે જોડાયેલા જોવા મળ્યાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે