#TheAccidentalPrimeMinister: અનુપમ ખેરે કહ્યું- ફિલ્મના આધારે નક્કી નથી થતા લોકોના વોટ

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનો રોલ અદા કરી રહેલા એક્ટરે DNAના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં મારા 35 વર્ષના કરિયરમાં 515 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રોલ નિભાવવો મારા માટે ઘણો મુશ્કેલ હતો.

#TheAccidentalPrimeMinister: અનુપમ ખેરે કહ્યું- ફિલ્મના આધારે નક્કી નથી થતા લોકોના વોટ

નવી દિલ્હી: ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મને તેમના જીવનનું સારુ પ્રદર્શન ગણાવતા બોલીવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે શુક્રવારે કહ્યું કે તેઓ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આધારિત આ ફિલ્મ પર થઇ રહેલા વિવાદને કારણે પાછા હટશે નહીં. શું ભાજપ સામાન્ય ચૂંટણી પહેલા આ ફિલ્મ દ્વારા રાજકીય લાભ ઉઠાવવા માંગે છે? તેના પર ખેરે કહ્યું કે મારૂ માનવું છે કે લોકો ફિલ્મ જોઇને નક્કી નથી કરતા કે વોટ કોને આપવો જોઇએ. ભારતીય વોટર્સ ઘણો સમજદાર છે ત્યારે જ દેશમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવે છે.

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનો રોલ અદા કરી રહેલા એક્ટરે DNAના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં મારા 35 વર્ષના કરિયરમાં 515 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રોલ નિભાવવો મારા માટે ઘણો મુશ્કેલ હતો. તેનું કારણ જણાવતા અનુપમ ખેરે કહ્યું કે મનમોહન સિંહ જૂની દુનિયાના નેતા ન હતા પરંતુ તેઓ આધુનિક દોરના નેતા હતા. દરેક માણસ પણ તેમને ઓળખતો હતો. તેના કારણે તેમના પાત્રને અનુરૂપ એક્ટીંગ કરવી મારા જીવનનું અત્યરા સુધીનું સૌથી મુશ્કેલ કામ હતું.

ફિલ્મથી પહેલા હોમવર્ક
તેના માટે ઓછામાં ઓછા મેં 80થી 100 કલાક વીડિયો યૂટ્યૂબથી લઇ ઘણી ચેનલ્સ પર જોયા હતા અને ત્યારબાદ તેમના પર રિસર્ચ કર્યું હતું. પૂર્વ પીએમના વિશે આ ધારણા ખોટી છે કે તેઓ મૌન રહેતા હતા. જ્યારે સાચું સામે આવ્યું તો તેમણે ઘણા પ્લેટફોર્મ પર સમય-સમય પર તેમની વાત જણાવી છે. જોકે 2009 પછી કેટલાક કારણોથી ઉદાસ રહેવાના કારણે તેમણે મૌન ધારણ કરી લીધું હતું.

ફિલ્મ પછી બન્યા ચાહક
શું અનુપમ ખેર વ્યક્તિગત રીતે ડૉ.મનમોહન સિંહના ચાહક છે? તેના જવાબમાં અનુપમ ખેરે કહ્યું કે હું પહેલા તેમનો ચાહક ન હતો. પરંતુ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ બાદ તેમનો ચાહક બની ગયો છું. એક સવાલના જવાબમાં એક્ટરે કહ્યું કે જો મનમોહન સિંહ લોકોથી ન ખચકાતા તો ફિલ્મ જોઇને તેઓ મને ચોક્કસ ભેટી પડશે.

કોંગ્રેસે પણ ઉઠાવ્યો ફાયદો
‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવી રહેલા એક્ટરે વધુમાં કહ્યું કે, કેટલીક પાર્ટીઓ ફિલ્મનો રાજકીય ફાયદો ઉઠાવવા માગે છે. પરંતુ એવું નથી કે કોંગ્રેસના નેતાઓએ ક્યારે કોઇ ફિલ્મને પ્રમોટ કરી નથી. તેઓએ ઉડતા પંજાબ ફિલ્મનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કઇ રીતે કોંગ્રેસ તેનું પ્રમોશન કર્યું હતું. જણાવી દઇએ કે અનુરાગ કશ્યપની આ ફિલ્મ પંજાબમાં વધાતી ડ્રગ્સની સમસ્યા પર આધારીત હતી. જે વિધાનસભા ચૂંટણીની આસપાસ જ રિલીઝ થઇ હતી.

ફિલ્મ કરવાની ઇચ્છા ન હતી
અનુપમ ખેરે કહ્યું કે, ડોઢ વર્ષ પહેલા મેં ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની સ્ટોરી સાંભીળી હતી, ત્યારે મારું પહેલું રિએક્શન એ હતું કે હું આ ફિલ્મ નહીં કરું. પરંતુ જ્યારે એક દિવસ ટીવ પર મેં મનમોહન સિંહને ચાલતા જોયા અને ત્યાર પછી મેં આ સ્ટોરીને વાંચી. ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મ કરવી જોઇએ.

ફિલ્મ ઓસ્કારમાં જવી જોઇએ
અનુપમ ખેરે કહ્યું કે મારા શિક્ષક કહેતા હતા કે જ્યાં સુધી યોગ્ય કામ કરશો નહીં ત્યાં સુધી સફળતા કેવી રીતે મળશ? અમે ફિલ્મ બનાવી સેંસર બોર્ડને દેખાડી હતી. આ ફિલ્મ સંજય બારૂની બુક પર આધારિત ફિલ્મ છે. અમે ફિલ્મમાં ઘણી મહેનત કરી છે. મેં 6 મહિના આ ફિલ્મ પર રિસર્ચ કર્યું છે. આ ફિલ્મ મારા કેરેક્ટરની બેસ્ટ ફિલ્મ છે. આ ફિલ્મ ઓસ્કારમાં જવી જોઇએ. પરંતુ આજે આ ફિલ્મને લઇને વિવાદ ચાલી રહ્યાં છે કે તેના પર રોક લગાવવામાં આવે. 25 વર્ષ પછી જ્યારે આ ફિલ્મનો ઇતિહાસ લખવામાં આવશે ત્યારે આ ફિલ્મનું પણ નામ આવશે. પરંતુ આ ફિલ્મ પર રાજનીતિ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસની ધમકી પર બોલ્યા
આ ફિલ્મમાં મનમોહન સિંહનો કિરદાર નિભાવનાર એક્ટરને ફિલ્મના રિલીઝ થવા પર રોક લગાવવાની મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસની ધમકીને સરળતાથી લેતા તેમણે કહ્યું કે તેને તો ખુશ થવું જોઇએ કે તેમના નેતા પર ફિલ્મ બનાવવામાં આવી છે. મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસે કહ્યું છે કે જ્યાં સુધી આ ફિલ્મ તેમને નહીં દેખાડવામાં આવે ત્યાં સુધી આ ફિલ્મને રિલીઝ નહીં થવા દેવામાં આવે. અનુપણ ખેરે ટ્વિટ કર્યું કે, હું પાછો હટવાનો નથી. આ મારા જીવનનું શાનદાર કામ છે. ડૉ. મનમોહન સિંહ આ ફિલ્મને જોઇને સહમત થશે કે તે સો ટકા પ્રતિનિધિત્વ છે.

આ ફિલ્મનું ટ્રેલર ગુરૂવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2004-2008 સુધી મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારૂની આ નામની પુસ્તક પર આધારિત છે. તેમાં, 2014ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની આંતરિક રાજકારણના ભોગ તરીકે મનમોહન સિંહને દર્શાવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news