તાનાશાહ Saddam Hussein ની સ્ટાઈલમાં રચ્યું 'કાવતરું'? સાસુ, સાળી બાદ પત્નીએ તોડ્યો દમ

થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી (Delhi) અંધવિશ્વાસનો એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જેણે સૌ કોઇને હચમાચાવી નાખ્યા હતા. જી હા, અમે વરૂણ અરોરાના કેસની (Varun Arora Case) વાત કરી રહ્યા છે

તાનાશાહ Saddam Hussein ની સ્ટાઈલમાં રચ્યું 'કાવતરું'? સાસુ, સાળી બાદ પત્નીએ તોડ્યો દમ

નવી દિલ્હી: થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી (Delhi) અંધવિશ્વાસનો એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જેણે સૌ કોઇને હચમાચાવી નાખ્યા હતા. જી હા, અમે વરૂણ અરોરાના કેસની (Varun Arora Case) વાત કરી રહ્યા છે. જેણે માછલીમાં ખતરનાક થેલિયમ ઝેર મિક્સ કરી પત્ની અને સાસરીવાળાને ખવડાવ્યું હતું. જે બાદ બે લોકોનું મોત થયું. જ્યારે 40 દિવસ કોમામાં રહ્યા બાદ પત્નીએ શુક્રવારના દમ તોડ્યો.

બાળકોને છોડી તમામને આપ્યું ઝેર
31 જાન્યુઆરીના રોજ લગભગ 3 વાગે વરુણે માછલી બનાવી તેની સાસરીમાં પહોંચ્યો હતો. તે સમયે ઘરે તેના સાસુ અનિતા અને સસરા દેવેન્દ્ર હતા. તેની પત્ની સહિત તમામને માછલી ખવડાવી, પરંતુ તેણે માછલી ખાવાની ના પાડી દીધી હતી. અને તેમના બંને નાના બાળકોને દૂધ પીવડાવવાના બહાનું બનાવી અંદર જતો રહ્યો. ત્યારબાદ તે તેની સાળી પ્રિયંકાની રાહ જોતો રહ્યો, જે તે દિવસે તેના મિત્રો સાથે બહાર ગઈ હતી. જ્યારે સાંજે લગભગ 5 વાગ્યે તે પરત આવી ત્યારે 7 વાગ્યાની આસપાસ તેણે પ્રિયંકાને ઝેરી માછલીઓ ખવડાવી અને જડબામાં દુખાવો હોવાનું પોતે બહાનું બનાવી દીધું.

સાળી, સાસુ અને હવે પત્નીનું મોત
ઝેરી માછલી ખાધા બાદ સૌથી પહેલા પ્રિયંકાની તબિયત લથડતા તેને 4 ફેબ્રુઆરીના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનું 15 ફેબ્રુઆરીએ નિધન થયું. ત્યારબાદ સાસુ અનિતાની તબિયત ખરાબ થઈ અને તેમને 4 માર્ચના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા સારવાર દરમિયાન 21 માર્ચના તેમનું મોત થયું. જ્યારે પત્ની દિવ્યા છેલ્લા 40 દિવસથી કોમામાં હતી, પરંતુ શુક્રવારના તેનું પણ મોત થયું. જોકે, સસરા દેવેન્દ્ર શર્માને વરૂણના ષડયંત્રની ખબર પડી ગઈ હતી. 23 માર્ચના લોહીમાં થેલિયમ ઝેરની પુષ્ટી થઈ. ત્યારબાદ પોતાની સારવાર કરાવી અને પોલીસમાં વરૂણ સામે ફરિયાદ કરી અને પોલીસે તેની ધરપકડ કરી.

22 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું ઝેર
વરૂણે Google પર સર્ચ કર્યું, 'How To Kill Person With Slow Poison.' ત્યારબાદ વરૂણને થેલિયમ નામના સ્લો ઝેર વિશે ખબર પડી. સદ્દામ હુસેન પણ તેના વિરોધીઓને મારવા માટે થેલિયમનો ઉપયોગ કરતો હતો. વરૂણે પોલીસને જણાવ્યું કે, તેણે આ ઝેર 22 હજાર રૂપિયામાં ખરિદ્યું હતું. પોલીસે વરૂણના ઘરની તપાસ કરી જ્યાંથી પોલીસને થેલિયમની એક શીશી મળી હતી. હવે પોલીસ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે, વરૂણ પાસે થેલિયમ જેવું ખતરનાક ઝેર ક્યાંથી આવ્યું.

ગર્ભપાત બન્યું હત્યાનું કારણ
થેલિયમ ઝરે ખાધા બાદ જીવિત વરૂણના સસરાએ જણાવ્યું કે, તેમણે તેમની મોટી દીકરીના લગ્ન વરૂણ સાથે 12 વર્ષ પહેલા કર્યા હતા. પરંતુ 7 વર્ષ વીતી ગયા બાદ પણ તેમણે બાળક થયું ન હતું. જેના કારણે તેમણે IVF ની મદદ લીધી અને આજથી લગભગ સાડા ચાર વર્ષ પહેલા બંનેને જૂડવા બાળક (એક પુત્ર અને એક પુત્રી) થયા. તે સમયે બધુ જ બરાબર ચાલી રહ્યું હતું.

પરંતુ એક વર્ષ પહેલા વરૂણના પિતાનું અવસાન થયું અને ત્યારબાદ દિવ્યા ગર્ભવતી થઈ. તે સમયે દિવ્યાના ડોક્ટરે કહ્યું હતું કે, ગર્ભપાત ન કરાવ્યું તો તેનું મોત થઈ શકે છે. ત્યારબાદ વરૂણની ઇચ્છા વિરુદ્ધ તેણે ગર્ભપાત કરાવ્યું હતું. વરૂણનું કહેવું હતું કે, તેના પિતા એક બાળક તરીકે પાછા આવી રહ્યા છે. દેવેન્દ્ર શર્માના કહેવા પ્રમાણે આ કસુવાવડથી વરૂણ ખુબ જ ગુસ્સે હતો અને તેણે આખા પરિવાર પાસેથી બદલો લેવા માંગતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news