Telecom Bill 2023: હવે માત્ર રમકડું હશે તમારા હાથમાં કંટ્રોલ રહેશે સરકારના હાથમાં, જાણો નવા બિલની 7 મોટી વાતો

New Telecom Bill: કેન્દ્ર સરકારે નવું ટેલિકોમ બિલ રજૂ કર્યું છે. આ નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે. આ નવા બિલમાં સરકારે ટેલિકોમ કંપનીઓ માટે એક નવો નિયમ પણ ઉમેર્યો છે. આ બિલ સરકારને ઘણી નવી શક્તિઓ પ્રદાન કરે છે. આવો અમે તમને આ બિલની કેટલીક ખાસિયતો જણાવીએ.

Telecom Bill 2023: હવે માત્ર રમકડું હશે તમારા હાથમાં કંટ્રોલ રહેશે સરકારના હાથમાં, જાણો નવા બિલની 7 મોટી વાતો

Telecommunications Bill Latest Update: સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારે સોમવારે ભારતીય ટેલિકોમ બિલ, 2023 (Telecom Bill 2023) લોકસભામાં રજૂ કર્યું હતું. નવું ટેલિકોમ બિલ ભારતના 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવા બિલમાં ઘણા નવા નિયમો ઉમેર્યા છે. આ બિલ લોકસભામાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું.

નવા ટેલિકોમ બિલને ઓગસ્ટમાં જ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નવા બિલમાં ટેલિકોમ કંપનીઓ માટે ઘણા નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. આ સાથે સેટેલાઇટ સેવાને લઈને પણ ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે. આવો અમે તમને ટેલિકોમ બિલ 2023 વિશે 7 મહત્વપૂર્ણ બાબતો જણાવીએ.

1. લોકસભામાં રજૂ કરાયેલું નવું ટેલિકોમ બિલ સરકારને ઘણી શક્તિઓ આપે છે. આ બિલ સરકારને ટેલિકોમ્યુનિકેશનને સ્થગિત કરવાની શક્તિ આપે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતમાં, કોઈપણ વ્યક્તિ અથવા જૂથ કોઈપણ ટેલિકોમ ઉપકરણમાંથી કોઈપણ મેસેજને કંટ્રોલ કરી શકે છે.

2. નવું ટેલિકોમ બિલ 2023 સરકારને કોઈપણ કટોકટીની સ્થિતિમાં કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા ટેલિકોમ નેટવર્કનો અસ્થાયી કબજો લેવાની મંજૂરી આપે છે.

3. નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885, ભારતીય વાયરલેસ એક્ટ 1933નું સ્થાન લેશે.

4. ટેલીકોમ બિલ 2023 સરકારને ટેલીકોમ્યુનિકેશન નેટવર્કને સસ્પેંડ કરવાનો અધિકાર આપે છે. 

5. નવા ટેલિકોમ બિલ 2023માં સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે હરાજી નહીં કરવાનો નિર્ણય લીધો છે. હવે સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે મફત સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે.

6. સરકારે નવા બિલમાં ટેલિકોમ કંપનીઓ પર લાગેલા દંડમાં પણ ઘટાડો કર્યો છે. આ મુજબ હવે ટેલિકોમ કંપનીઓ પર મહત્તમ 5 કરોડ રૂપિયાનો દંડ લાગશે. અત્યાર સુધી કંપનીઓ પર 50 કરોડ રૂપિયા સુધીના દંડનો નિયમ હતો.

7. નવા બિલમાં કંપનીઓને નાદારી, વ્યાજ માફી અને પેનલ્ટી સંબંધિત જોગવાઈઓ હટાવી દેવામાં આવી છે. હવે સરકાર હરાજી વગર ડીટીએચ કંપનીઓને સ્પેક્ટ્રમ પણ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news