BJP સાંસદ Tejasvi Surya એ બીજા ધર્મોમાં કન્વર્ટ થયેલા લોકોની ઘર વાપસીની વકીલાત કરી, કહ્યું- 'વાર્ષિક ટાર્ગેટ નક્કી થાય'

બેંગલુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ બીજા ધર્મમાં કન્વર્ટ થયેલા હિન્દુઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેની હાલ  ખુબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે તેજસ્વી સૂર્યાએ મુસલમાનો અને ખ્રિસ્તિઓને હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાનું આહ્વાન કર્યું છે. 

BJP સાંસદ Tejasvi Surya એ બીજા ધર્મોમાં કન્વર્ટ થયેલા લોકોની ઘર વાપસીની વકીલાત કરી, કહ્યું- 'વાર્ષિક ટાર્ગેટ નક્કી થાય'

નવી દિલ્હી: બેંગલુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ બીજા ધર્મમાં કન્વર્ટ થયેલા હિન્દુઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેની હાલ  ખુબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે તેજસ્વી સૂર્યાએ મુસલમાનો અને ખ્રિસ્તિઓને હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાનું આહ્વાન કર્યું છે. 

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
ઉડુપીના શ્રીકૃષ્ણ મઠમાં 25 ડિસેમ્બરના રોજ તેજસ્વી સૂર્યા દ્વારા અપાયેલા ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું કે ધમકી કે લાલચ આપીને, હિન્દુઓને તેમના મૂળ ધર્મમાંથી કાઢી નખાયા છે. આ વિસંગતિને દૂર કરવા માટે ફક્ત એક જ સંભવિત સમાધાન છે અને તે છે આવા લોકોની હિન્દુ ધર્મમાં વાપસી. 

After 2014, Bharat is finally decolonizing itself after 70+ years of colonial hangover

Following centuries of being ruled by foreign invaders, Bharat is re-emerging as 'Vishwaguru' pic.twitter.com/giy6timR3N

— Tejasvi Surya (@Tejasvi_Surya) December 25, 2021

ભાજપ સાંસદે કહ્યું કે 'ઈતિહાસમાં જે લોકો વિભિન્ન સામાજિક-રાજનીતિક, આર્થિક કારણોસર હિન્દુ ધર્મમાંથી બહાર ગયા છે તેમને સંપૂર્ણ રીતે તેમના માતૃ ધર્મ હિન્દુ ધર્મમાં પાછા લાવવા જોઈએ.' આ ભાષણનો વીડિયો ટ્વીટ કરતા તેજસ્વીએ લખ્યું કે સદીઓથી વિદેશી આક્રમણકારીઓ દ્વારા શાસિત થયા બાદ ભારત 'વિશ્વગુ'રુ તરીકે ફરીથી ઉભરી રહ્યું છે. 

'રાજનીતિક-સામ્રાજ્યવાદી વિચારધારાઓ છે બીજા ધર્મ'
ભાજપના યુવા નેતા સૂર્યાએ કહ્યું કે ઈસ્લામ અને ખ્રિસ્તિ ધર્મ ફક્ત ધર્મ નથી પરંતુ રાજનીતિક સામ્રાજ્યવાદી વિચારધારાઓ છે. આ ધર્મોનું માનવું છે કે તેઓ સર્વોચ્ચ છે અને આ જ ધર્મો અને હિન્દુ ધર્મ વચ્ચે મૂળભૂત અંતર છે. આ સાથે જ તેમણે કહ્યું કે તલવાર ચલાવીને આ ધર્મોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. હિન્દુઓને તેમના માતૃ ધર્મમાંથી કાઢી નખાયા અને આ વિસંગતિને દૂર કરવા માટે માત્ર એક જ સંભવિત સમાધાન છે. 

— ANI (@ANI) December 27, 2021

તેજસ્વીએ કહ્યું કે જે લોકોએ પોતાનો માતૃ ધર્મ છોડ્યો છે અને ભારતના ઈતિહાસ દરમિયાન વિભિન્ન સામાજિક-રાજનીતિક આર્થિક કારણોસર હિન્દુ ધર્મમાંથી બહાર ગયા છે તેમને સંપૂર્ણ રીતે તેમના માતૃ ધર્મ હિન્દુ ધર્મમાં પાછા લાવવા જોઈએ. આ વીડિયો હરિદ્વારના ધર્મ સંસદ વીડિયોની કડીમાં આવે છે. જેમાં હિન્દુ નેતાઓ તરફથી હેટ સ્પીચ અપાઈ જે હેઠળ ધર્મ સંસદ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાઈ છે. 

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેના વખાણ કરીને ફસાયા ધર્મગુરુ, એફઆઈઆર થઈ
હિન્દુ ધર્મગુરુ કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની રવિવારે પ્રશંસા કરી અને કહ્યું કે લોકોએ ધર્મની રક્ષા માટે એક કટ્ટર હિન્દુ નેતાને સરકારના મુખિયા તરીકે પસંદ કરવા જોઈએ. કાલીચરણ મહારાજે રાયપુરમાં એક સંગઠન દ્વારા આયોજિત ધર્મ સંસદમાં પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. જેની સત્તારૂઢ કોંગ્રેસના નેતાઓએ આલોચના કરી. વિવાદ વધતા ધર્મગુરુ કાલીચરણ વિરુદ્ધ રાયપુરમાં કેસ દાખલ થયો. 

આપણે સરકારમાં કટ્ટર હિન્દુ નેતાને પસંદ કરવા જોઈએ
રાયપુરના રાવણ ભાટા મેદાનમાં આયોજિત બે દિવસના કાર્યક્રમના સમાપન દિવસે કાલીચરણે કહ્યું કે આપણું મુખ્ય કર્તવ્ય શું છે- ધર્મની રક્ષા કરવી. આપણે સરકારમાં એક કટ્ટર હિન્દુ રાજાની પસંદગી કરવી જોઈએ. ભલે તે (પુરુષ કે મહિલા) કોઈ પાર્ટી સાથે સંબંધિત હોય. આપણા ઘરોની મહિલાઓ ખુબ સભ્ય અને સારી છે અને તેઓ મતદાન કરવા (ચૂંટણીમાં) જતી નથી. જ્યારે સામૂહિક બળાત્કાર થશે તો તમારા ઘરની મહિલાઓનું શું થશે. મહામુરખો, હું તે લોકોને આહ્વાન કરવા જઈ રહ્યો છું જે વોટ આપવા આવતા નથી. 

महात्मा गांधी की हत्या करने वाले नाथूराम गोडसे की तारीफ कर फंसे हिंदू धर्मगुरु, दर्ज हुई FIR

તેમણે કહ્યું કે ઈસ્લામનું લક્ષ્ય રાજનીતિના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો કરવાનું છે. (વિભાજનનો ઉલ્લેખ કરતા) આપણી આંખો સામે તેમણે 1947માં કબજો કર્યો. તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો. તેમણે રાજનીતિના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો કર્યો. હું નાથુરામ ગોડસેને સલામ કરું છું કે તેમણે ગાંધીની હત્યા કરી. 

કાલીચરણે કહ્યું કે પોલીસ અમને કહે છે કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોથી ભગવા જૂલુસ ન કાઢો. આ પોલીસની ભૂલ નથી. પોલીસ પ્રશાસનની ગુલામ છે જે સરકારની ગુલામ છે. સરકાર નેતાના ગુલામ છે. આથી પોલીસ ત્યાં સુધી સમર્થન નહીં કરે જ્યાં સુધી એક કટ્ટર હિન્દુ રાજા (નેતા) નહીં હોય. કાલીચરણની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ વિધાયક અને છત્તીસગઢ ગૌ સેવા આયોગના અધ્યક્ષ મહંદ રામસુંદર દાસે કહ્યું કે દેશની આઝાદી માટે પોતાનું બધુ જ કુરબાન કરનારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news