ગુજરાત કોંગ્રેસ પ્રભારી સામે જ મહિલા કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ, સર્કિટ હાઉસમાં ખળભળાટ મચ્યો

ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી માટે મોટરકાર સહિતની સુખસગવડ ધારાસભ્ય કરી આપતાં હોવાનાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનાં સણસણતા આક્ષેપથી પ્રભારી રીતસરનાં ભડક્યા છે અને વાત વણસી જતાં અન્ય કોર્પોરેટરોએ સમજીને માફી માંગી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી સામે જ મહિલા કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ, સર્કિટ હાઉસમાં ખળભળાટ મચ્યો

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રભારી હાલ ચર્ચામાં છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી સામે એક મહિલા કોર્પોરેટર દ્વારા ગંભીર આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારીને મળી રહેલી સુખસુવિધા અંગે કોર્પોરેટરે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રભારી મોટરકાર ધારાસભ્યના વ્યક્તિની ઉપયોગ કરતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મહિલા કોર્પોરેટર સર્કિટ હાઉસ ખાતે વિપક્ષના નેતા પદ માટે રજુઆત કરવા ગયા હતા, ત્યારે તેમને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ કોંગ્રેસ પ્રભારીનો બચાવ કર્યો હોવાની માહિતી સામે આવી છે. મહિલા કોર્પોરેટરના આક્ષેપથી કોંગ્રેસ પ્રભારી સમસમી ઉઠ્યા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી માટે મોટરકાર સહિતની સુખસગવડ ધારાસભ્ય કરી આપતાં હોવાનાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનાં સણસણતા આક્ષેપથી પ્રભારી રીતસરનાં ભડક્યા છે અને વાત વણસી જતાં અન્ય કોર્પોરેટરોએ સમજીને માફી માંગી હતી. સર્કિટ હાસ ખાતે કોર્પોરેટરોએ હોબાળો મચાવતો હોવાથી કોંગ્રેસ પ્રભારી નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, મનપા વિપક્ષના નેતા પદ માટે રજુઆત કરવા આવેલા કોર્પોરેટરને અહીં તતડાવવામાં આવ્યા હતા. અને મહિલા કોર્પોરેટરને રજુઆત કરતાં અટકાવી રૂમની બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી તાજેતરમાં સરકીટહાઉસ ખાતે રોકાયા હતા, તેની જાણ મ્યુનિ. કોંગ્રેસનાં કોર્પોરેટરોને થતાં એક જૂથ તેમને મળવા અને રજૂઆત કરવા પહોંચી ગયુ હતું. અહીં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ સરકીટ હાઉસ આવી પહોંચ્યા હતા અને ત્યાં કોર્પોરેટરોને જોઇ આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. 

ત્યારબાદ કોંગી કોર્પોરેટરોને પ્રભારીએ રૂમમાં બોલાવ્યા હતા, જયાં વાતચીત શરૂ થઇ તેમાં એક મહિલા કોર્પોરેટરે તો તમે મોટરકાર પણ ધારાસભ્યનાં માણસની (કોર્પોરેટરની) વાપરો છો તેવા ઉશ્કેરણીજનક આક્ષેપો કરી નાખતાં જ પ્રભારી ભડક્યા હતા. મહિલા કોર્પોરેટરનાં ચોંકાવનારા આક્ષેપથી ઉશ્કેરાઇ ગયેલાં પ્રભારીએ કહ્યું કે, હું રાજસ્થાનમાં મંત્રીપદ અને લાલ બત્તીવાળી ગાડી છોડીને અહીં આવ્યો છુ. હવેથી તમને બધાને એવુ લાગતુ હોય તો હું એરપોર્ટથી પગપાળા સરકીટ હાઉસ અને કોંગ્રેસ ભવન આવીશ.

પ્રભારી સામે આક્ષેપ થતાં જ પ્રદેશ પ્રમુખ પણ તેમનાં બચાવમાં આવી ગયા હતા અને કોંગી કોર્પોરેટરોને ખખડાવી નાખ્યા હતા. મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતાની વાત કરવા આવેલાં કોર્પોરેટરોને વાત વણસી ગઇ હોવાનુ ભાન થતાં બધાએ માફી માંગી લીધી હતી અને વાત વાળવાનો પ્રયાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news