અવળચંડા ચીનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો, અરુણાચલ પ્રદેશમાં આ ઘટનાને આપ્યો અંજામ!

તાપિર ગાવના જણાવ્યાં મુજબ Lungta Jor વિસ્તાર ભારતીય સીમાની લગભગ 4 કિમી અંદર છે. જ્યાં ચીનની સેનાએ 2018માં રસ્તો બનાવ્યો હતો.

અવળચંડા ચીનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો, અરુણાચલ પ્રદેશમાં આ ઘટનાને આપ્યો અંજામ!

ઈટાનગર: પૂર્વ લદાખમાં LAC પર સૈન્ય તણાવ ઓછો કરવાની વાતચીતનું નાટક કરતા ચીનની ચાલાકીઓ ઓછી થતી નથી. આરોપ છે કે ચીનની પીપલ્સ લીબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને એક ભારતીય કિશોરનું અપહરણ કરી લીધુ. 

મંગળવારે ઘટી ઘટના
અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાવે દાવો કર્યો છે કે ચીની સેના PLA એ રાજ્યના એક 17 વર્ષના કિશોર Miram Taron નું અપહરણ કરી લીધુ છે. સાંસદના જણાવ્યા મુજબ આ ઘટના મંગળવારની છે. ચીની સેનાએ Lungta Jor વિસ્તારમાંથી 17 વર્ષના કિશોરનું અપહરણ કરી લીધુ છે. 

— Tapir Gao (@TapirGao) January 19, 2022

બચીને આવેલા મિત્રએ બતાવી આખી ઘટના
સાંસદે કહ્યું કે જે કિશોરનું અપહરણ કરી લેવામાં આવ્યું તે અરુણાચલ પ્રદેશના Zido village ગામનો રહીશ છે. આ ગામ રાજ્યના સિયાંગ જિલ્લામાં આવે છે. Miram Taron તેના મિત્ર સાથે ભારતની સરહદમાં જ હતો. ત્યારે ચીની સેનાએ બંનેનું અપહરણ કરવાની કોશિશ કરી. આ દરમિયાન Miram Taron નો મિત્ર યેનકેન પ્રકારે ભાગવામાં સફળ રહ્યો પરંતુ મિરમનું ચીની સેનાએ અપહરણ કરી લીધુ અને પોતાની સાથે લઈ ગઈ. 

ભારતીય વિસ્તારમાં રસ્તો બનાવી ચૂક્યું છે ચીન
તાપિર ગાવના જણાવ્યાં મુજબ Lungta Jor વિસ્તાર ભારતીય સીમાની લગભગ 4 કિમી અંદર છે. જ્યાં ચીનની સેનાએ 2018માં રસ્તો બનાવ્યો હતો. સાંસદે કહ્યું કે ચીની સેનાની ચુંગલમાંથી આવેલા યુવકે આખી ઘટના ભારતીય અધિકારીઓને જણાવી. તેમણે સરકારને અરુણાચલ પ્રદેશના કિશોરને પાછા લાવવાની અને ચીની સેનાના અતિક્રમણ પર અંકુશ લગાવવાની માગણી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news