ત્રિપલ તલાક મુદ્દે ભારે હોબાળા વચ્ચે કાર્યવાહી ચાલુ, સિલેક્ટ કમિટી પાસે મોકલવા માંગ

ટ્રિપલ તલાક બિલ આજે લોકસભામાં રજૂ કરાતાં હંગામાની સ્થિતિ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે ચર્ચામાં ભાગ લઇશું અને પોતાના વિચાર રાખીશું. સાથોસાથ અમે સરકારને અનુરોધ કરીશું કે તે ધાર્મિક મુદ્દાઓ મામલે હસ્તક્ષેપ ન કરે. 

ત્રિપલ તલાક મુદ્દે ભારે હોબાળા વચ્ચે કાર્યવાહી ચાલુ, સિલેક્ટ કમિટી પાસે મોકલવા માંગ

નવી દિલ્હી : શિયાળુ સત્રનાં 10માં દિવસે આજે લોકસભામાં ફરી એકવાર ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવનારા મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2018 પર ચર્ચા થશે. ભાજપ અને કોંગ્રેસે ચર્ચાને ધ્યાને રાખી પોત પોતાનાં સાંસદોને વ્હિપ ઇશ્યું કર્યું છે. જો કે હાલ કોંગ્રેસની સોય રાફેલ પર જ અટકી છે અને કોંગ્રેસે ડીલનીત પાસ માટે જેપીસીની રચના કરવાની માંગને સદનની અંદર ફરી એકવાર કરી છે. 

- લોકસભામાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે પ્રધાન સેવકની સેવાઓનાં લાભ મુસ્લિમ મહિલાઓને વંચીત ન રાખી શકાય. તેમણે કહ્યું કે, અમારી સરકાર મહિલાઓને સશક્ત નહી પરંતુ સશક્ત મહિલાઓ થકી જ સશક્તિકરણની વાત કરી રહી છે. લેખીએ કહ્યું કે, તલાક એ બિદત મહિલાઓનાં અધિકારોથી વંચિત કરવા જેવું છે. જેને કોર્ટ પણ અસંવૈધાનિક ગણાવી ચુક્યું છે. 
- કોંગ્રેસી સાંસદ સુષ્મિતા દેવે કહ્યું કે, ત્રિપલ તલાક કાયદાનાં નામે તમે મુસ્લિમ મહિલાઓને તમે કાયદા સિવાય કાંઇ નથી આપી રહ્યા. શાહબાનો અને સાયરાન બાનોનાં કેસમાં આપણે ઘણુ શિખવાની જરૂર છે. દેવે કહ્યું કે, ઇતિહાસમાં જો કોઇ કાયદામાં મુસ્લિમ મહિલાઓને અધિકાર આપવામાં આવ્યો હોય તો તે રાજીવ ગાંધી સરકાર દ્વારા લાગુ 1986નાં કાયદાથી મળ્યો છે. 
- ભારે હોબાળા વચ્ચે લોકસભામાં ત્રિપલ તલાક અંગે ચર્ચા ચાલી રહી છે. સાંસદ પ્રેમચંદે આ વખતે વિરોધ કરતા તેની વિરુદ્ધ પ્રસ્તાવ પણ આપ્યો. કોંગ્રેસ સાંસદ સુષ્મીતા દેવ પણ બિલ પર ચર્ચા કરતા કહ્યું કે, મુંહ મે રામ અને બગલમાં છુરીનો વિરોધ છે. બિલનો વિરોધ નથી. તેમણે કહ્યું કે, બિલ સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવવું જોઇએ. દેવે કહ્યું કે, ઇસ્લામ રિવાજોમાં દખલનો હક ન કોર્ટને છે અને ન તો સંસદને તેના માટે કાયદો લાવવો જોઇએ. 

- લોકસભામાં સ્પીકરે ત્રિપલ તલાક બિલને ચર્ચા માટે રજુ કરવાની મંજુરી આપી. ત્યાર બાદ કાયદામંત્રીએ સદનમાં બિલ રજુ કરી દીધું છે. વિપક્ષી દળોના સાંસદ લોકસભામાં નારેબાજી કરી રહ્યા છે સાથે જ આરએસપી સાંસદ એન.કે પ્રેમચંદ્રને બિલનાંઅનેક પ્રાવધાનો અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બિલ પહેલા જ સદનમાં પસાર થઇ ચુક્યું છે તેમાં સામાન્ય પરિવર્તન કરીને ફરીથી રજુ કરવામાં આવી શકે છે. 
- - લોકસભામાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ. તેને માનવીય અને ખાસ કરીને પીડિત મહિલાઓના ન્યાયનાં પક્ષમાં રહીને કાર્યવાહી કરવી જોઇએ. મંત્રીએ કહ્યું કે, આ બિલ મહિલાઓનાં ન્યાય સાથે જોડાયેલું છે. સદને એક મત થવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટ પણ ત્રિપલ તલાકને અસંવૈધાનિક ગણાવી ચુકી છે. ત્યારે સંસદમાં કયા મુદ્દે હોબાળો થઇ રહ્યો છે. 
- કાયદા મંત્રીએ કહ્યું કે, ત્રિપલ તલાક કોઇ પણ ધર્મની વિરુદ્ધ નથી, તેમણે કહ્યું કે, આ બિલ મહિલાઓને સન્માન આપવા સાથે જોડાયેલું છે. પ્રસાદે કહ્યું કે, જ્યારે ડિસેમ્બલમાં બિલ લાવ્યા હતા ત્યારે પણ બિલ લોકસભામાં પાસ થયુ હતુ, પરંતુ રાજ્યસભામાં પાસ થઇ શક્યું નહોતું. વિપક્ષની અનેક ભલામણો અનુસાર બિલમાં પરિવર્તન કરવામાં આવ્યા છે અને પીડિત મહિલાઓનાં અધિકાર સંપુર્ણ રીતે સુરક્ષીત કરવામાં આવ્યા છે. 
- લોકસભામાં AIMIMના સાંસદ અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, સરકારે અનેક સ્ટેક હોલ્ડર્સ બિલ અંગે તેમનો પક્ષ નથી જાણ્યો. અન્ય અનેક સાથી દળો પણ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી રહ્યા છે. જો કે તે અંગે સંસદીય કાર્યમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આ બિલને અટકાવવું યોગ્ય નથી તેના પર ચર્ચા થવી જોઇએ.
- લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે 2 વાગ્યા બાદ જ લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા થશે. 
- કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં બિલ પર ચર્ચા પહેલા કહ્યું કે, ત્રિપલ તલાક બિલ રાષ્ટ્રહિતમાં છે અને તે મુદ્દે રાજનીતિ ન થવી જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે, આ વિધેયકને ધર્મ સાથે પણ કોઇ લેવા દેવા નથી અને કોંગ્રેસે આ બિલ પાસ કરાવવામાં સહયોગ કરવો જોઇએ. 

- લોકસભામાં અલગ અલગ દળનાં સાંસદો નિયમ 377 હેઠળ જરૂરી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે સદનમાં UPSC વિદ્યાર્થીઓની સમસ્યાનો મુદ્દો સદનની અંદર ઉઠાવ્યો છે. તે ઉપરાંત ભાજપના સાંસદ નિહાલ ચંદે રાજસ્થાની ભા,ાનો મુદ્દો સદનમાં ઉઠાવ્યો. સાંસદોની નારેબાજી સદનમાં સતત ચાલુ છે અને અનેક સાંસદો પોસ્ટર લઇને ઉભા છે. 

- લોકસભાની કાર્યવાહી ફરીથી ચાલુ થઇ ગઇ. સ્પીકરે સદનનાં 5 સભ્યોનાં રાજીનામા અંગે માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું કે, તેમને અનેક મુદ્દાઓ પર સ્થગન પ્રસ્તાવની નોટિસ મળી છે પરંતુ કોઇ પણ નોટિસનો તેમણે સ્વિકાર નથી કર્યો. હવે લોકસભામાં દસ્તાવેજ મુકવા માટે જઇ રહ્યા છે. બીજી તરફ અનેક દળોનાં સાંસદ વેલમાં આવીને નારેબાજી કરી રહ્યા છે. 

- રાફેલ ડીલ મુદ્દે હોબાળા બાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગીત કરી દીધી. 
- લોકસભામાં હજી પણ હોબાળો ચાલી રહ્યો છે. સ્પીકરે કહ્યું કે, જે પણ નેતા સદનમાં ચર્ચા ઇચ્છે છે તેમની સાથે ન્યાય કરવાનો છે. સ્પીકરે હોબાળો કરી રહેલા સાંસદોને સીટ પર પરત જવાની અપીલ કરી. ખડગેને કહ્યું કે, તમે સદનની અંદર આશ્વાસન આપ્યું છે તમે તેનું પાલન નથી કરી રહ્યા, તેમણે કહ્યું કે, તમે સદનમાં અપાયેલા વચનોનું પણ પાલન નથીક રી રહ્યા. લોકસભામાં ખડગેએ કહ્યું હતું અમે ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ તમે પહેલા સરકારને રાફેલ ડીલ અંગે જેપીસી તપાસનાં આદેશ આપો. 
- રાજ્યસભામાં કાવેરી નદી પર બંધ મુદ્દે અન્નાદ્રમુકના સાંસદ વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા. સભાપતિ વેંકૈયા નાયડૂએ સાંસદોને પરત જવા માટેની અપીલ કરી પરંતુ તેની અસર દેખાઇ નહોતી. સભાપતિએ કહ્યું કે, મારી પાસે સદનની કાર્યવાહી સમગ્ર દિવસ માટે અટકાવવા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નથી અને તેમણે કાર્યવાહી સ્થગીત કરી દીધી હતી.
- લોકસભામાં સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે, આજે હોબાળો કરનારા સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. લોકસભાની વેલમાં આવીને સાંસદો નારેબાજી કરી રહ્યા છે. તેને ટીડીપી અને અન્નાદ્રમુકના સાંસદોનો પણ સમાવેશ થાય છે. સાથે જ સદનમાં પ્રશ્નકાળ પણ ચાલી રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા એર ઇન્ડિયા અંગે જવાબ આપી રહ્યા છે. 

મુસ્લિમ સમાજ સાથે જોડાયેલ ટ્રિપલ તલાક ફરી એકવાર ચર્ચામાં છે. ત્રણ તલાક પ્રથા પર પ્રતિબંધ લગાવવાના ઉદ્દેશ સાથે આ અંગેનું બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવતાં હંગામાની સ્થિતિ છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ બિલને ચર્ચા માટે સંસદમાં રાખવામાં આવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે ચર્ચામાં ભાગ લઇશું અને અમારા વિચાર રાખીશું. સાથો સાથ સરકારને અનુરોધ કરીશું કે તે ધાર્મિક મુદ્દાઓ પર હસ્તક્ષેપ ન કરે. અહીં નોંધનિય છે કે, ભાજપે અને વિપક્ષે પોતાના તમામ સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જારી કર્યો છે. 

ટ્રિપલ તલાક પર ચર્ચા જુઓ : LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news